SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મનાષ્ટક - ૨ गुणसंयमस्थानमानं भवति, एकान्तरं तानि असङ्ख्येयानि अनन्तभागवृद्धिरूपाणि संयमस्थानानि भवन्ति । सर्वसंयमस्थानसङ्ख्या लोकसमाना: अलोके असङ्ख्येया लोकाकाशाः कल्प्यन्ते, तावत्प्रदेशराशितुल्यानि संयमस्थानानि भवन्ति उत्तरोत्तरनिर्मलानि । आदितः अनुक्रमसंयमस्थानारोही नियमात् शिवपदं लभते । प्रथममेवोत्कृष्टमध्यम ( जघन्य ) संयमस्थानातिरोही नियमात् पतति । एवं प्रथमस्थानतः अनुक्रमेण संयमक्षयोपशमी तस्य चारित्रपर्यायनिर्मलत्वेन चारित्रसुखस्वरूपं भगवतीवाक्यम्, आलापकश्च भगवत्याम् ૫૭ ત્યારબાદ ફરીથી અનંતભાગની વૃદ્ધિવાળાં અસંખ્યાત (કંડકતુલ્ય-અસત્કલ્પનાએ સંયમસ્થાનો જાણવાં. આકૃતિ આ પ્રમાણે બને છે ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૦, ત્યારપછી વળી એક અસંખ્યાતભાગવૃદ્ધિવાળું સંયમ સ્થાન જાણવું. આકૃતિ આ પ્રમાણે ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૦૧, ત્યારબાદ અનંતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો અસંખ્યાતાં (કંડકતુલ્ય-અસત્કલ્પનાએ ચાર) જાણવાં. આકૃતિ - ૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૧૦૦૦૦. ઉપર દોરેલી આકૃતિમાં અનંતભાગવૃદ્ધિદર્શક શૂન્ય ૨૦ અને અસંખ્યાતભાગવૃદ્ધિદર્શક એકડા ૪, એમ કુલ ૨૪ અંક ગયે છતે (સંખ્યાતભાગની વૃદ્ધિસૂચક) એક બગડો આવે છે. એ જ પ્રમાણે અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં રહેલા પ્રદેશરાશિના માપવાળા અસંખ્યાતભાગની વૃદ્ધિના સ્થાનોના કંડકો ગયે છતે (તેના ઉપર અનંતભાગવૃદ્ધિનું એક કંડક ગયા પછી) બીજું સંખ્યાતભાગની વૃદ્ધિવાળું સંયમસ્થાન આવે છે. ૨૦ શૂન્યની વચ્ચે ૪ એકડા ગયે છતે એક બગડો આવે છે. એ જ રીતે બીજાં ૨૪ સ્થાનો પસાર કરતાં, વચ્ચે અસંખ્યાતભાગની વૃદ્ધિસૂચક એકડાવાળાં ચાર સંયમસ્થાનો પસાર થયે છતે બીજું એક સંખ્યાતભાગવૃદ્ધિનું બગડાવાળું સ્થાન આવે છે. આકૃતિ આ પ્રમાણે થાય છે ૦૦૦૦૧૦૦૦૦૧0000૧૦૦૦૦૧૦૦૦૦૨૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૧૦૦૦૦૨, ૪) હવે સમજાશે કે ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે એક બગડો, બીજાં ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે બીજો બગડો, ત્રીજાં ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે ત્રીજો બગડો અને ચોથાં ૨૪ સ્થાન પસાર કરીએ ત્યારે ચોથો બગડો એમ બગડાવાળાં (સંખ્યાતભાગની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પણ ૪ એટલે કે) કંડક પ્રમાણ થવાં જોઈએ. પચીસમા નંબરે, પચાસમા નંબરે, પંચોતેરમા નંબરે અને સોમા નંબરે ૪ બગડા આવશે. ત્યારબાદ ફરીથી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy