SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ જ્ઞાનસાર “સદા શુદ્ધ સાધુધર્મનો જ ઉપદેશ આપે છે. પોતાના (શિથિલ) આચારની નિંદા કરે છે. શ્રુતજ્ઞાનીઓની સમક્ષ અને તપસ્વીઓની સમક્ષ સૌથી લઘુ થઈને વર્તે છે. ૫૧૫ ૮૪૪ “પોતે મુનિઓને વંદન કરે છે પણ બીજા મુનિઓ પાસે પોતાની જાતને વંદાવતા નથી, અન્ય મુનિઓની પોતે સેવા-વૈયાવચ્ચ કરે છે પણ પોતે સેવા-વૈયાવચ્ચ કરાવતા નથી, પોતાના નામે કોઈને દીક્ષા આપતા નથી પણ પોતાની પાસે કોઈ પ્રતિબોધ પામે તો બોધ પમાડીને ઉત્તમ મુનિઓને સોંપી દે છે. ૫૧૬॥ પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૨૫ ગાથાના સ્તવનમાં સાતમી ઢાળમાં આ જ વાત કહી છે. તે ગાથાઓ આ પ્રમાણે છે - જે મુનિવેષ શકે નવિ છંડી, ચરણ કરણ ગુણ હીણાજી । તે પણ મારગમાંહે દાખ્યા, મુનિગુણપક્ષે લીનાજી ॥ મૃષાવાદ ભવકારણ જાણી, માર્ગ શુદ્ધ પ્રરૂપેજી । વંદે; નવ વંદાવે મુનિને, આપ થઈ નિજ રૂપેજી ॥૧॥ મુનિગુણ રાગે પૂરા શૂરા, જે જે જયણા પાલેજી । તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણાં ટાલેજી ॥ આપ હીનતા જે મુનિ ભાખે, માન સાંકડે લોકેજી । એ દુર્ખર વ્રત એહનું દાખ્યું, જે નવી ફુલે ફોકેજી ॥૨॥ પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખીજી । એ ત્રણે શિવમારગ કહીએ, જિહાં છે પ્રવચન સાખીજી ॥ શેષ ત્રણ ભવ મારગ કહીએ, કુમત કદાગ્રહ ભરીયાજી । ગૃહી યતિલિંગ કુલિંગે લખીએ, સકલ દોષના દરીયાજી III વગેરે - આવા પ્રકારના ગુણોથી ભરપુર ભરેલા મહાપુરુષો વડે ધર્મનો જે ઉપદેશ અપાયો છે જે ગ્રન્થસર્જન કરાયું છે. તે જ માર્ગ સત્ય છે. આવા પ્રકારના અનેકાન્તવાદથી યુક્ત ધર્મને સમજાવનારા તીર્થંકર ભગવંત આદિ મહાત્મા પુરુષોને અમારા નિરંતર નમસ્કાર હોજો. તથા આવા પ્રકારના સર્વનયોના આશ્રયવાળું સ્યાદ્વાદ ગર્ભિત એવું તાત્ત્વિક ધર્મનું સ્વરૂપ જે મહાત્માઓના મનમાં પરિણામ પામ્યું છે, જે મહાત્માઓને આવા પ્રકારના ધર્મસ્વરૂપ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા થઈ છે આવા ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું છે આવા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy