SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ८३६ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ છે માટે ઉપચરિત ગાય જરૂર કહેવાય, પણ દોહવા બેસાય નહીં. આમ પણ જાણવું જોઈએ. આ રીતે બીજા નયોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. આ રીતે સર્વે પણ નયોનો અભ્યાસ કરી કોઈ એક પક્ષના આગ્રહનો ત્યાગ કરી જ્યાં જે ઉપકારી હોય ત્યાં તે જોડીને સર્વ ધર્મો પ્રત્યે સમભાવનું આલંબન લઈને પોતાના આત્માના ધર્મમાં સ્થિરતા મેળવવી એ જ હિતકારી છે. એકાન્ત આગ્રહ હિતકારી નથી. સાપેક્ષવાદી થવું, સમન્વયવાદી થવું પણ Bहाडी न थj. ॥3॥ लोके सर्वनयज्ञानां, ताटस्थ्यं वाप्यनुग्रहः । स्यात्पृथङ्नयमूढानां, स्मयार्तिर्वातिविग्रहः ॥४॥ ગાથાર્થ :- આ સંસારમાં સર્વનયોને જાણનારા માણસોની અંદર તટસ્થપણું (એટલે સમવૃત્તિપણું) તથા અનુગ્રહ બુદ્ધિ (ઉપકારક બુદ્ધિ) હોય છે. પરંતુ ભિન્ન-ભિન્ન એક-એક નયના આગ્રહવાળા જીવોમાં માનોન્માનની (અભિમાનની) પીડા તથા અતિશય કલેશવૃત્તિ मात्र ४ डोय:छ. ॥४॥ st :- "लोके सर्वेति" लोके-दक्षजनसमूहे सर्वनयज्ञानां-सर्वनयरहस्यविज्ञानां ताटस्थ्यं-तटस्थत्वं-पार्श्ववर्तित्वम्, वा इति व्यवस्थायाम् । अपि-समुच्चये, अनुग्रहः -उपकाराय भवति । सर्वत्र परीक्षकत्वं हितम् । पृथङ्नयमूढानां-एकैकनयपक्षग्रहवर्तिनाम, स्मयातिः-मानोन्मानपीडा, वा-अथवा, अतिविग्रहः-कदाग्रहः स्यात् -भवति । उक्तञ्च - कालो सहाव णियई, पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव उ, समासओ होंति सम्मत्तं ॥३-५३॥ (सन्मतिप्रकरणकाण्ड-३-५३) अत्र पुरुषाकारस्य उपादानकारणत्वाद् मुख्यत्वम्, कालस्वभावपूर्वकृतानां तु निमित्तासाधारणापेक्षाकारणत्वम्, नियतेश्च कारणत्वमौपचारिकम्, अस्या अनित्यत्वं विचारामृतसङ्ग्रहे उक्तमस्ति इति नियतपक्षः (नियतिपक्षः) आजीविकानां मिथ्याग्रहरूपः, न जैनानाम्, एवमंशस्यापि जैनमार्गे विवक्षितत्वात् समुच्चयवचनम् ॥४॥ વિવેચન :- આ સંસારમાં જે નિપુણ એટલે કે ચતુર, સમજુ મનુષ્યવર્ગ છે તેવા જનસમૂહમાં સર્વ નયોને યથાર્થપણે જાણનારા તથા જ્યાં જ્યાં જે જે નયની પ્રધાનતા કરવાથી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy