SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ ૮૩૫ તે સૂત્રમાં આવતી પ્રાસંગિક વાતો અને બીજી કેટલીક તેના અનુસંધાનવાળી અપ્રાસંગિક વાતો એમ વિસ્તૃત સઘળો અર્થ ત્રીજીવારમાં શિષ્યોને સમજાવવો. આ પ્રમાણે સૂત્રોનો અનુયોગ આપવાની ત્રણ પ્રકારની વિધિ શ્રી તીર્થંકર ભગવંતોએ તથા ગણધર ભગવંતોએ શાસ્ત્રોમાં જણાવેલી છે. આમ આવશ્યકનિયુક્તિમાં પરમ પૂજ્ય શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહેલ છે. આવા પ્રકારના ત્રણ જાતના અનુયોગ વિનાનું (વિશિષ્ટ અર્થ કર્યા વિનાનું) વચન પ્રમાણ ગણાતું નથી, કારણ કે કયા સંદર્ભમાં લખાયેલું આ વાક્ય છે. તે સમજ્યા વિના જો વાક્યો બોલાય તો શિષ્યો આશય સમજ્યા વિના અન્ય સંદર્ભમાં લગાડી દે તો ઘણું નુકશાન થઈ જાય માટે અનુયોગ કરાયેલું વચન જ પ્રમાણ ગણાય છે ઉપદેશમાલામાં શ્રી ધર્મદાસગણિજીએ પણ કહ્યું છે કે - “આગમોના અર્થનો સાર જેઓએ જાણ્યો નથી તથા સૂત્રોના વિસ્તૃત અર્થો જેણે ભેદ્યા નથી (ખોલ્યા નથી) તેવા જીવો દ્વારા સર્વપ્રકારના ઉદ્યમ વડે કરાયેલું જે જે ધર્મ અનુષ્ઠાન હોય છે તે અજ્ઞાનતપમાં અર્થાત્ અજ્ઞાનાનુષ્ઠાનમાં જ ગણાય છે (ઉપદેશમાલા ગાથા-૪૧૫). તથા પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મ.શ્રીએ ષોડશકપ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે “ત્યાં પણ (અન્યદર્શનનાં શાસ્ત્રો સંબંધી અર્થમાં) ક્યારેય પણ દ્વેષ ન કરવો, પરંતુ પ્રયત્ન કરવાપૂર્વક યથાર્થ અર્થ સંગત કેમ થાય ? તેનો માર્ગ વિચારવો. કઈ કઈ અપેક્ષાએ આ અર્થ સંગત થાય ? તે સંબંધી વિષય વિચારવો. કારણ કે જિનેશ્વરપ્રભુના પ્રવચનથી જે જે અન્યદર્શનનાં વચનો હોય છે તે સર્વે સચન (યુક્તિયુક્ત વચન) હોતાં નથી. (તેમાંથી જે જે વચનો જૈનદર્શનને અનુસારી વચનો હોય છે સાપેક્ષવચનો હોય છે તે જ કોઈક સચન હોય છે સઘળાં સચન હોતાં નથી. માટે દ્વેષ કરવો ઉચિત નથી. પણ બુદ્ધિથી વિવેક કરવો ઉચિત છે. આ પ્રમાણે વિચારીને સર્વ ઠેકાણે સ્યાદ્વાદનો ઉપયોગ રાખીને સર્વનયોનું જાણકારીપણું મેળવવા જેવું છે. જેમકે “પત્થરના પુતળા રૂપે બનાવેલી ગાયને “કોઈએ આ ગાય છે” આમ કહ્યું તેથી તે સાંભળીને નૈગમનયથી આરોપિત આ ગાય છે એમ જાણવું, પણ વાસ્તવિક આ ગાય છે એમ ન જાણવું. તેથી તે પત્થરની ગાયને જોઈને ગાયનું જ્ઞાન થાય ૧. અહીં ટીકામાં હેમાચાર્યે: પાઠ છે. પણ આ ગાથા ષોડશકપ્રકરણની છે અને ષોડશકપ્રકરણ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ છે તેથી આ પાઠ અશુદ્ધ લખાયો હોય એમ લાગે છે અથવા હેમસુવર્ણ તુલ્ય નિર્મળ એવા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી આવી ઉપમા આપવા માટે લખ્યો હોય તો જ્ઞાની જાણે. પણ અહીં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ન લેવા.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy