SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ ૮૨૯ હે જિનેશ્વર પ્રભુ! જે પ્રમાણે અન્ય દર્શનીઓના વાદો વાદી-પ્રતિવાદી ભાવવાળા હોવાથી પરસ્પર મત્સરી છે, તેવું તમારું શાસન સર્વે પણ નયોને સમાન ઈચ્છતું હોવાથી ઈર્ષાળુ નથી (અર્થાત્ કષાય વિનાનું સમ્યજ્ઞાન રૂપ છે). (અન્યયોગવ્યવચ્છેદિકા શ્લોક ૩૦ ટીકા સ્યાદ્વાદમંજરી) હે નાથ ! જેમ સમુદ્રમાં સર્વે નદીઓ સમાય છે તેમ તમારામાં સર્વે દર્શનો (સર્વે દર્શનોના ભિન્ન ભિન્ન નયો-અભિપ્રાયો) સમાયા છે. પરંતુ ભિન્ન ભિન્ન નદીઓમાં જેમ સમુદ્ર દૃષ્ટિગોચર થતો નથી તેમ તે તે અન્ય દર્શનોમાં આપશ્રી (આપનો અનેકાન્તવાદ રૂપ સાપેક્ષસિદ્ધાન્ત) ક્યાંય દૃષ્ટિગોચર થતો નથી. (પૂજ્ય સિદ્ધસેનજીકૃત ત્રિશાર્નાિશિવ શ્લોક ૧૪-૫). उक्तञ्च सम्मतौ - ण य तइओ अस्थि णओ, ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगंता, विभज्जमाणा अणेगंतो ॥१४॥ जह एए तह अण्णे, पत्तेयं दुण्णया णया सव्वे । हंदि हु मूलणयाणं, पण्णवणे वावडा तेवि ॥१५॥ सव्वणयसमूहम्मि वि, णत्थि णओ उभयवायपण्णवओ । मूलणयाण उ आणं, पत्तेयं विसेसियं बिंति ॥१६॥ तम्हा सव्वेवि णया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिया उण, हवंति सम्मत्तसब्भावा ॥२१॥ (સન્મતિપ્રરણાતું ૨, મથા-૨૪-૨૫-૬-૨૨) રૂઢિ iારા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બે વિના ત્રીજો કોઈ નય નથી અને તે બન્ને નયો એકલા જુદા જુદા હોય તો તેમાં વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ આવતું નથી. તેથી એકલા એકલા આ બને નય સમ્યકત્વસ્વરૂપ નથી. કારણ કે તે બન્ને એકાન્તરૂપ છે. અને વસ્તુના અપૂર્ણ સ્વરૂપને સમજાવનારા છે. પરંતુ જો તે બને નય સાપેક્ષ બને તો અનેકાન્તસ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપને જણાવનારા બની શકે છે. ૧૪ જેવી રીતે આ બન્ને નયો છુટા છુટા હોય તો દુર્નય છે (મિથ્યાષ્ટિ છે, તેવી જ રીતે અન્ય નયો (નૈગમાદિ ઉત્તરભેદ રૂપ સાતે નયો) પણ પ્રત્યેક (એટલે પરસ્પર નિરપેક્ષ)
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy