SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક- ૩૨ ૮૨૧ "अर्पितानर्पितसिद्धेः (अध्याय ५ सूत्र ३१) सूत्रस्य व्याख्याने, सर्वज्ञानां तु सर्वमपि एकसमयेनैव ज्ञातत्वाद् न गौणमुख्यताज्ञानम् । वचसि क्रमवर्तित्वाद् (गौणमुख्यता) भवति । एवं न्यूनशक्त्या गौणमुख्यत्वम्, न रागद्वेषपरिणत्या । रागद्वेषपरिणामो बन्धहेतुः । अतः नयस्वरूपेण यथार्थबोधाय वस्तुविवेचनं हितम्, न रक्तद्विष्टता । तेन ज्ञानसाम्यं करणीयम् । ज्ञानसाम्यमेव चारित्रम् । तदर्थमेव निरूपयति - વિવેચન :- હે ભવ્ય જીવ ! હું તારા હિત માટે તને કંઈક કહું છું. તે તું સાવધાનીથી સાંભળ. સર્વે પણ આગમશાસ્ત્રોમાં આ આત્માની શુદ્ધ-નિર્મળ પરિણતિને (આત્મપરિણામને) જ ધર્મ કહેલો છે. “વત્થલહાવો થપ્પો' વસ્તુનો સહજ-સ્વભાવ તે ધર્મ છે. બાહ્ય જે કોઈ નિમિત્ત છે, તે નિમિત્ત ઉપાદાનમાં રહેલી ઉપાદાનતાની પ્રગટતાનું કારણવિશેષ હોવાથી સાધક આત્માઓ વડે બાહ્ય આચરણા આદિનો (ધર્મક્રિયાઓનો) નિમિત્તરૂપે અભ્યાસ કરાય છે. સારાંશ કે ધર્મની ક્રિયાઓ એ ધર્મ નથી. શુભ યોગ છે અને ધર્મ તો આત્માનો નિર્મળ જે આત્મપરિણામ છે તે છે. પરંતુ ધર્મક્રિયાઓ તે પરિણામનું નિમિત્તકારણ હોવાથી સાધક આત્માઓ તે ક્રિયાઓનો વ્યવહાર કરે છે. ધર્મક્રિયાઓ એ મન-વચન-કાયાના શુભ યોગ સ્વરૂપ છે તેથી શુભ આશ્રયસ્વરૂપ છે, તો પણ આત્માના શુદ્ધપરિણામાત્મક ધર્મનો હેતુ હોવાથી શ્રદ્ધાવાળા મુમુક્ષુ આત્માર્થી સાધક જીવો વડે તે ધર્મક્રિયાઓનું આચરણ ઉપાદેય છે. સ્વીકારવા યોગ્ય છે. કર્તવ્ય છે. જેમ જેમ આત્મપરિણામમાં ધર્મતત્ત્વની સિદ્ધિ થતી જાય છે તેમ તેમ પ્રાથમિક કક્ષાની ક્રિયાઓ છુટતી જાય છે અને ઉપર ઉપરની સાધક ક્રિયાઓ પકડાતી જાય છે. સંપૂર્ણ શુદ્ધ આત્મધર્મ પ્રગટ થતાં સર્વ ક્રિયાઓથી રહિત થઈને આ આત્મા મન-વચન અને કાયાના શુભ કે અશુભ એમ તમામ યોગક્રિયા વિનાનો અયોગી બને છે. પોતાના આત્મક્ષેત્રમાં જ વ્યાપકપણે રહેલા અનંત (ગુણાત્મક) જે પર્યાયો છે તે જ ધર્મ છે આ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં અને શ્રી આવશ્યક સૂત્ર આદિ સર્વ સિદ્ધાન્તશાસ્ત્રોમાં કહેલું છે. સર્વે પણ સિદ્ધાન્તકારોનો આ જ આશય છે કે આત્માનો શુદ્ધ-નિર્મળ-ગુણાત્મક જે પર્યાય-તે જ ધર્મ છે. બાહ્ય ધર્મક્રિયા તે ધર્મનું નિમિત્તકારણ છે. “ = તે શુદ્ધ આત્મપરિણામાત્મક જે ધર્મ છે તે રાગ-દ્વેષરહિત મહાત્માઓને જ હોય છે. રાગ-દ્વેષવાળા આત્માઓનું ચિત્ત ચોકખું હોતું નથી તેથી તેઓનું જ્ઞાન પણ શુદ્ધ હોતું નથી. રાગદ્વેષના કારણે તેઓનું જ્ઞાન પક્ષપાતવાળું હોય છે એટલે જ યથાર્થ હોતું નથી. એકાન્તાગ્રહવાળું થઈ જાય છે. | સર્વે પણ જીવદ્રવ્યો પ્રત્યે અને સર્વે પણ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે સમાનપણું મનમાં કરીને આ રાગ-દ્વેષનો અભાવ પ્રાપ્ત કરવા જેવો છે. કોઈપણ જીવદ્રવ્ય પોતાના પૂર્વે બાંધેલા કર્મોના ઉદયના આધારે અને ઘાતી કર્મોના ક્ષયોપશમના આધારે તે તે ભાવે પરિણામ પામે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy