SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૨0 સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ જ્ઞાનસાર ક્રિયા ઉપચારે ધર્મ છે. વાસ્તવિકપણે જો વિચાર કરીએ તો ધર્મક્રિયા એ મન-વચન અને કાયાના શુભયોગ-સેવન રૂપ છે અને શુભ યોગસેવન એ શુભ આશ્રવ છે બંધહેતુ છે. તેથી તે ક્રિયા એ ધર્મ નથી પરંતુ સામાયિક, પ્રતિક્રમણ, પૂજા-સેવા, વૈયાવચ્ચ આદિ ધર્મક્રિયા દ્વારા પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકોના વિરમણ રૂપ આત્મપરિણામ તે સંવરધર્મ સિદ્ધ થાય છે. તેથી તે ક્રિયામાં ધર્મનો ઉપચાર કરવામાં આવે છે. પરમાર્થથી તો શુદ્ધ નિર્વિકલ્પક એવો રત્નત્રયીના લક્ષણવાળો આત્માનો જે શુદ્ધ સ્વભાવ તે ધર્મ કહ્યો છે જૈનદર્શનમાં મોહના વિકલ્પો વિનાનો શુદ્ધ ગુણાત્મક જે આત્મપરિણામ છે તે ધર્મ તરીકે પ્રસિદ્ધ છે. આવા પ્રકારનો ધર્મ જેનામાં પ્રગટ થયો હોય તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. ઘાસના તણખલા માત્રના અવલંબનથી કંઈ સંસાર તરાતો નથી, સંસાર તરવા માટે મજબૂત આલંબન જોઈએ. આ જીવનો અનાદિ કાળથી મોહમય પરિણામ છે જે અશુદ્ધ છે અને કર્મબંધના હેતુભૂત છે. તેથી મોહના વિકલ્પોને જિતનારો, જ્ઞાનાદિ રત્નત્રયીના ગુણમય, સુદૃઢ આત્મપરિણામ એ ધર્મ છે. તેવા પરિણામથી સંસાર તરાય છે. તેવો પરિણામ લાવવામાં નિમિત્તભૂત બનનારી ધર્મક્રિયાને યોગાત્મક શુભ આશ્રવ હોવા છતાં પણ વિશેષપણે સંવર-નિર્જરાનું કારણ હોવાથી ઉપચારે ધર્મ કહેવાય છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ કહ્યું છે કે - “ધર્મ એ આત્મામાંથી જ ઉત્પન્ન થયેલો છે. આત્માની સાથે જ સંબંધવાળો છે, આત્માનું જ સ્વરૂપ છે, દર્શન-જ્ઞાન અને ચારિત્રની એકતારૂપ છે તથા આત્માના શુદ્ધ પરિણામાત્મક છે.” रे भव्य ! हिताय वदामः । सर्वागमेषु धर्म आत्मनः शुद्धा परिणतिरेव । निमित्तस्योपादानप्राकट्यहेतुत्वाद् बाह्याचरणादिकं साधकैरभ्यस्यम्, तथापि धर्महेतुत्वेनोपादेयं श्रद्धावद्भिः तत् । स्वात्मक्षेत्रव्यापकरूपानन्तपर्यायलक्षणं धर्मः उत्तराध्ययनावश्यकादिसर्वसिद्धान्ताशय इति । तच्च (स च) रागद्वेषरहितानां भवति । रागद्वेषाभावः सर्वजीवेषु सर्वपुद्गलेषु समत्वं कृत्वा आत्मगुणेषु ज्ञानादिषु कारणकार्यरूपेषु बहुपरिणतिपरिणतेषु रागद्वेषाभावपरिणतेषु गौणमुख्यत्वतारूपपरिणामपरिहारः समः साध्यः, पूर्वं मिथ्यात्वोदयेन मुख्ये मुख्यत्वबोधपूर्वकैकान्तवादः । स च सम्यग्दर्शनेन कारणकार्यतया अयं मुख्यश्चायं गौणः । । न हि अनन्तपर्यायात्मके वस्तुनि कस्यापि स्वपर्यायस्य गौणमुख्यत्वे, क्षयोपशमज्ञानेन सर्वधर्माणामेकसमयावबोधो दुर्लभः, असङ्ख्येयसमयेनापि देशज्ञायकत्वात् । तस्य ज्ञानं गौणमुख्यतारूपेण प्रवर्तते । उक्तञ्च तत्त्वार्थे
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy