SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ |॥ अथ द्वात्रिंशत्तमं सर्वनयाश्रयणाष्टकम् ॥ अथानेकनयात्मके जैनमार्गे एकान्ततापक्षपातपरित्यागेन सर्वनयेषु समभावरूपपरिणामः रागद्वेषाभावलक्षणस्वस्वस्थानसाधनविज्ञानरमणाध्यवसायः कार्यः । एकान्तग्रह एव मिथ्यात्वम् । सर्वत्र सापेक्षता सम्यग्दर्शनम् । तच्च यथार्थोपयोगिनां यथार्थप्रवृत्तिमतां च भवति । अतः एकताग्रहत्यागसर्वनयसमाश्रयणोपदेशकं द्वात्रिंशत्तममष्टकमुवाच श्रीमद्यशोविजयोपाध्यायः परमरहस्यज्ञाता । ___अरे नास्ति धर्मः बाह्यपद्धत्या । निमित्तकारणरूपा सा । श्रीपञ्चमाने प्राणातिपातसंवरादयः सर्वे अमूर्ता जीवस्वरूपा उक्ताः । येन हि जीवस्वभावरूपः शुद्धनिर्विकल्परत्नत्रयीलक्षणधर्मः प्रतीतः । स एव सम्यग्दृष्टिः । न हि कुशकाशावलम्बनेन समुद्रतरणं भवति । उक्तञ्च श्रीहरिभद्रपूज्यैः -- आयप्पभवं धम्म, आयंतियं अप्पणो सरूवं च । दंसणनाणचरित्तेगत्तं जीवस्स परिणामं ॥१॥ વિવેચન :- અન્ય દર્શનો વસ્તુના સ્વરૂપને એકાન્તપણે જણાવે છે જ્યારે જૈનદર્શનકારી વસ્તુના સ્વરૂપને અનેકાન્તપણે જણાવે છે. બન્ને દર્શનો વચ્ચે આ જ પાયાનો મોટો તફાવત છે. હકીકતથી વસ્તુનું પોતાનું સ્વરૂપ સ્વયં અનેકાન્તમય જ છે. એકાન્તરૂપ નથી. પરંતુ મિથ્યાત્વમોહના ઉદયથી અને તેવા પ્રકારના મિથ્યાષ્ટિ ગુરુઓની નિશ્રાથી તથા મિથ્યાશાસ્ત્રોના સતત અભ્યાસથી તે તે જીવોની દષ્ટિ એકાન્તતા તરફ અત્યન્ત વળી જાય છે. તે જીવોને તે જ દેખાય છે. બીજી બાજુનું સ્વરૂપ દેખાતું નથી. એટલે તે જીવો વસ્તુનું પારમાર્થિક સાચું સ્વરૂપ “જે છે અને જેવું છે તે સ્વરૂપ અને તેનું સ્વરૂપ સમજી” શકતા નથી. વસ્તુનું પોતાનું સ્વરૂપ જ અનેકાન્તાત્મક હોવાથી જૈનદર્શન જેમ છે તેમ અનેકાન્ત રીતે સમજાવે છે તેથી જૈનદર્શન અનેક જાતની દૃષ્ટિઓ વાળું (અનેક વયોવાળું) છે. નય એટલે દષ્ટિ, નય એટલે અપેક્ષા, નય એટલે વિવક્ષા. અનેક નયાત્મક (અનેક દૃષ્ટિઓવાળા) એવા જૈન દર્શનમાં “એકાન્ત આગ્રહવાળા” પક્ષપાતનો ત્યાગ કરીને સર્વ નયોમાં “સમદષ્ટિ” કરવી જોઈએ = સમભાવ રૂપ આત્મપરિણામ કરવા જેવો છે, કોઈપણ બાજુનો રાગ કે કોઈપણ બાજુનો દ્વેષ કર્યા વિના,
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy