SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૭ જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧ પ્રશસ્ત ષ છે તેવા પ્રકારના રાગ અને દ્વેષ આદિ રૂ૫ પ્રશસ્ત કાષાયિક અધ્યવસાયના કારણે આ પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. તપ અને તપસ્વી ઉપરનો ગુણાનુરાગ અને તેના અવરોધક તત્ત્વો ઉપરના દ્વેષથી પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. પણ તપથી પુણ્યપ્રકૃતિઓ બંધાતી નથી. નિશ્ચયનયથી કોઈ પણ કષાય પ્રશસ્ત કહેવાતા નથી કારણ કે કષાયમાત્ર બંધહેતુ છે તેથી તેમાં પ્રશસ્તતા કેમ હોઈ શકે? પણ વ્યવહારનય ઉપચારગ્રાહી છે માટે જ્યાં ગુણોની રક્ષામાં, ગુણોની વૃદ્ધિમાં અને ગુણોની પુષ્ટિમાં રાગાદિ કષાયો કરાયા હોય તો તે કષાયો ગુણોના અવરોધ દૂર કરવામાં મદદગાર હોવાથી નિશ્ચયથી અપ્રશસ્ત હોવા છતાં ઉપચારથી તેને પ્રશસ્ત કહેવાય છે અને તે કષાય હોવાથી બંધ-હેતુરૂપ છે પણ ત૫ ગુણ બંધહેતુરૂપ નથી. ગુણો ક્યારેય બંધહેતુ બનતા નથી. જો ગુણો કર્મબંધના હેતુ બનતા હોય તો સિદ્ધભગવંતોના આત્માને અનંતગુણો પ્રગટ હોવાથી સૌથી વધારે કર્મ બંધાય. પણ આમ થતું નથી. માટે તપગુણ દેવ આયુષ્યાદિના બંધનું કારણ નથી. પણ પ્રશસ્ત રાગાદિ કાષાયિક અધ્યવસાય જ પુણ્યબંધનું કારણ છે. આ કારણથી હવે સમજાશે કે સર્વે પણ કર્મોનો અપગમ વિશેષ થવાથી પ્રગટ થયેલા અનંતજ્ઞાન-અનંતદર્શન આદિ ગુણોવાળી સિદ્ધિદશા એ જ સુખરૂપ છે. તેનું રાજમાર્ગે કારણ તપ છે (સંવરાત્મકતપ અને નિર્જરાત્મક તપ એમ બન્ને તપ સિદ્ધિસુખનું કારણ છે). પરભાવદશાનો ત્યાગ અને સ્વભાવદશાની સાથે એકતાનો જે અનુભવ કરવો, તેવી તીવ્રદશા રૂ૫ અધ્યાત્મ એ જ મુક્તિનું પરમ સાધન છે. આ પ્રમાણે તપના અષ્ટકનું વર્ણન કર્યું તે કરવાથી મુક્તિસુખના પરમ સાધન (ભૂત તપ)નું વર્ણન પૂર્ણ થયું. અહીં તપના અષ્ટકનું વિવેચન સમાપ્ત થાય છે. દા. કે એકત્રીસમું તપોષ્ટક સમાપ્ત MI[- w “ક '" ' 5S
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy