SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧ ૮૧૫ તપ બે પ્રકારનો હોય છે એક સંવરાત્મક તપ અને બીજો નિર્જરાત્મક તપ. જે બાહ્યતપ છે તે આહારના ત્યાગની પ્રધાનતાવાળો છે. તેમાં આહાર મેળવવામાં, આહાર બનાવવામાં અને આહારનો ઉપભોગ આદિ કરવામાં આરંભ-સમારંભ હોવાથી તે આહારના ત્યાગમાં આવા આરંભ-સમારંભનો ત્યાગ વિશેષ થવાથી તેટલા પ્રમાણમાં આશ્રવોનું વિરમણ થવાથી આ તપ સંવરાત્મક છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ વગેરે તપ આરંભ-સમારંભના ત્યાગસ્વરૂપ હોવાથી આશ્રવોની હીનતાના કારણે સંવરાત્મક તપ કહેવાય છે. જેટલા અંશે શરીરથી બની શકે તેટલો આહાર ત્યાગ કરવાથી સ્વાધ્યાય, ધ્યાન -તત્ત્વચિંતન, મનન વધારે વધારે થવાથી અને આળશ, પ્રમાદ, અબ્રહ્મના ભાવો ઘટી જવાથી જ્ઞાન અને ચારિત્રગુણની તીવ્રદશા ખીલે છે. જ્ઞાન-ચારિત્રગુણની વૃદ્ધિ થાય છે. તથા પ્રગટ થયેલી ચેતના અને પ્રગટ થયેલું વીર્ય આહારાદિ મેળવવા રૂપ, બનાવવા રૂપ અને આહારાદિનો ઉપભોગ કરવા રૂપ વિભાવદશામાં જે વપરાત, તેને બદલે તે ચેતના અને વીર્યગુણ આત્મસ્વરૂપાત્મક જ્ઞાન-ચારિત્રાદિ ગુણોની વૃદ્ધિમાં વપરાય છે. ગુણોની સાથે એકતા રૂપ બને છે, જેટલું તે વિભાવથી વિરામ પામ્યું તેટલા આશ્રવ અટક્યા છે માટે સંવરાત્મક આ બાહ્યતપ છે. બીજો પ્રાયશ્ચિત્તાદિ જે અભ્યન્તર તપ છે તે નિર્જરાત્મક છે. પ્રાપ્ત કરેલ જ્ઞાનગુણ, પ્રાપ્ત કરેલ ચારિત્રગુણ, પ્રાપ્ત કરેલ વીર્યગુણ, અને પ્રાપ્ત કરેલ ઉપભોગગુણ આમ આવિર્ભૂત ગુણોની મિશ્રતાથી ઉત્પન્ન થયેલો અને આત્મગુણોના આસ્વાદનની સાથે એકતાના અનુભવ વાળો સર્વપ્રકારના પરભાવદશાની સ્પૃહા-ઈચ્છા નહીં કરવા રૂપ જે તપ છે તે નિર્જરાત્મક બીજો તપ છે. પ્રાયશ્ચિત્તાદિ જે છ પ્રકારનો અભ્યન્તર તપ છે તે જ્ઞાનાદિ ગુણોની મિશ્રતાથી થયેલો છે. તે તપ જેટલા અંશે જોરમાં થાય તેટલા અંશે ગુણોના આસ્વાદવાળો છે અને પરભાવની અસ્પૃહતાવાળો તપ છે તેનાથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાવિશેષ થાય છે. માટે તે તપ નિર્જરાત્મક તપ છે. આ તપ આચરવામાં જઘન્યથી જેટલા અંશે બાહ્યભાવોનો ત્યાગ કરાય છે તેટલા અંશે તેટલા બાહ્ય અંશનો ત્યાગ કરવાપૂર્વક દેશથી પણ “અનીહા” (અસ્પૃહતા-નિરીહતાનિર્મમત્વભાવ) ની સાથે એકતા થવા રૂપ નિજગુણની એકતા થાય છે. આ આત્મા તેટલી માત્રાએ પણ પરભાવ ત્યજીને સ્વભાવદશાની સાથે ઐક્યતા પ્રાપ્ત કરે છે માટે તે નિર્જરાત્મક તપ છે. તથા ઉત્કૃષ્ટથી શુક્લધ્યાનવાળી દશાના અંતિમ અધ્યવસાયસ્થાનને પ્રાપ્ત કરવારૂપ સંપૂર્ણપણે પરભાવદશાના ત્યાગવાળી અને ઉત્કૃષ્ટપણે સ્વભાવદશાની સાથે એકતાવાળી જે અવસ્થા તે ઉત્કૃષ્ટથી નિર્જરાત્મક તપ જાણવો. સારાંશ કે જેટલા જેટલા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy