SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ૮૧૪ તપોષ્ટક - ૩૧ થાય છે. માટે બન્ને પ્રકારનો તપ આચરવો જોઈએ પોતાના આત્માના જ ગુણો છે. કર્મોથી આવૃત છે તે ગુણોનું પ્રભુત્વ પ્રગટ કરવા માટે તપ અવશ્ય કરવો જોઈએ. ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, અટ્ટાઈ ઈત્યાદિ જે તપ છે તે બાહ્ય તપ કહેવાય છે. લોકોને આ તપ કરવામાં સવિશેષ ઉલ્લાસ હોય છે. તથા ચંપા શ્રાવિકા આદિની જેમ આ બાહ્ય તપ કરનારા જીવો શાસનની પ્રભાવનાનું કારણ પણ બને છે. તપ કરનારા તપસ્વીઓનો જ્યારે વરઘોડો નીકળે છે, બહુમાનનો પ્રસંગ રચાય છે, ત્યારે ઘણા જીવો તેની અનુમોદના પણ કરે છે તે જોઈને ઘણા જીવો ધર્મ પામે છે. અકબર બાદશાહને ધર્મપ્રાપ્તિમાં ચંપાશ્રાવિકાનો તપ કારણ બન્યો હતો આ રીતે લોકોના ઉલ્લાસનું કારણ હોવાથી અને પ્રભાવકતાનું મૂલ કારણ હોવાથી આ તપને બાહ્યતપ કહેવાય છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ ઈત્યાદિ જે તપ છે તે અભ્યત્તર તપ છે. અન્ય લોકો વડે જે તપ જાણી શકાતો નથી તે અભ્યન્તર તપ જાણવો. આત્માની પોતાના ગુણોની સાથે જે એકતા, પોતાના ગુણોની સાથે લીનતા, તે અન્ય લોકો વડે જાણવી અશક્ય છે માટે તેને અભ્યત્તર તપ કહેવાય છે. આમ આ બન્ને પ્રકારનો તપ ઉત્તમ મુનિજીવોએ (તથા આરાધક એવા ગૃહસ્થ જીવોએ પણ) કરવો જોઈએ. तपो द्विविधम् । संवरात्मकं निर्जरात्मकम् । तत्र संवरात्मकं ज्ञानचारित्रयोः तीक्ष्णत्वम्, सचेतनावीर्यादीनां स्वरूपैकत्वम् । द्वितीयं तु ज्ञानचारित्रवीर्यभोगगुणसङ्करसम्भवं गुणास्वादैकत्वानुभववत् सर्वपरभावास्पृहतारूपम् । जघन्यतः अंशत्यागपूर्वकदेशतोऽनीहागुणैकत्वम्, उत्कृष्टतः शुक्लध्यानचरमाध्यवसायलक्षणम् । परभावास्वादनलोलाशुद्धपरिणाममपहाय स्वरूपानन्दमग्नतारूपं करणीयम् । अभिनवकर्माग्रहणरूपसंवरः पूर्वसत्तागतादिकर्मनिर्जरणात्मकं तपः । तपसा हि देवादिफलाभिलाष एव न युक्तः । निर्जरात्मकेन कथं शुभबन्धः ? यच्च तपोवद्भिः देवायुःप्रभृति निबद्धं, तत्तपोरागादिप्रशस्ताध्यवसायहेतुकमिति ___अतः सर्वकर्मापगमप्रादुर्भूतानन्तज्ञानदर्शनसिद्धिसुखं तस्योत्सर्गकारणं तपः । आध्यात्मिकं परभावशून्यस्वभावैकत्वानुभवतीक्ष्णत्वलक्षणं परमं साधनम् । इति व्याख्यातं तपोऽष्टकम् । तद्व्याख्याने च साधनस्वरूपमपि व्याख्यातम् । રૂતિ વ્યાપદ્યાત તપોષ્ટભ્રમ્ |
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy