SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ ७७८ ધ્યાનાષ્ટક - ૩૦ જ્ઞાનસાર જીવોને હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને ૧ થી ૧૨ ગુણસ્થાનકવર્તી સંજ્ઞી પંચેન્દ્રિયજીવોને જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમભાવ હોવાથી કેવલી સિવાયના સર્વ સંસારી જીવોને આ ભાવમન હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં દ્રવ્યમન (ની સહાયકતા) ન હોવાથી ભાવમન અલ્પપ્રમાણમાં કામ કરી શકે છે. માટે તે બધાંને અસંશી કહેવાય છે અને કેવલી ભગવંતોને ક્ષયોપશમભાવ નથી માટે ભાવમન નથી. સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી ચિંતન-મનન કરવાની જરૂર જ નથી પણ નામકર્મનો ઔદયિકભાવ હોવાથી દ્રવ્યમાન હોય છે. તેથી જ કેવલીભગવંતોને “નોસંશી અને નોઅસંશી” કહેવાય છે. ૧ થી ૧૨ ગુણસ્થાનવર્સી જે જીવો છે તે જ્ઞાનાવરણીય આદિ કર્મના ઉદયવાળા હોવાથી છવાસ્થ કહેવાય છે. (છા એટલે ઢાંકણભૂત કર્મ, તેમાં રહેનારા અર્થાતું આવરણીય કર્મવાળા). છઘસ્થ જીવો અલ્પજ્ઞ હોવાથી વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન નથી, માટે ચિંતન-મનન કરે છે. તેથી તેઓ માટે ધ્યાનની આ વ્યાખ્યા કરવામાં આવે છે. કોઈ પણ એકવસ્તુના ચિંતન-મનનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી ચિત્તનું અત્યન્ત સ્થિર થઈ જવું “અતિશય એકાગ્રતા તેનું નામ ધ્યાન” શુભચિંતનમાં એકાગ્રતા હોય તો શુભધ્યાન અને અશુભ ચિંતનમાં એકાગ્રતા હોય તો અશુભ ધ્યાન, જેનું મન ચંચળ છે-અસ્થિર છે-ડામાડોળ છે, તેના મનનું એક વિષયમાં સ્થિર થવું તે ધ્યાન. 1 કેવલી ભગવંતો સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી તેઓમાં ચિંતન-મનન કરવાનું સંભવતું નથી, ચિંતન મનનાત્મક મન જ નથી માટે મનની સ્થિરતા રૂપ ધ્યાન તેઓમાં હોતું નથી. જ્યાં ક્ષયોપશમભાવ જ નથી ત્યાં ચંચળતા નથી, તેથી એકાગ્રતા અર્થવાળું ધ્યાન તેઓને હોતું નથી. તેથી કેવલીભગવંતોને આશ્રયી ધ્યાનની વ્યાખ્યા જુદી કરવામાં આવે છે. “યોગનો નિરોધ” તે ધ્યાન. મન-વચન-કાયાના યોગનો નિરોધ તેરમા ગુણઠાણાના છેડે કરાય છે અને ચૌદમે ગુણઠાણે નિરોધ થઈ ચૂક્યો છે. આ રીતે કેવલી ભગવંતો માટે નિરુધ્ધમાન અવસ્થા અને નિરુદ્ધ અવસ્થા તે ધ્યાન છે.” કેવલી ભગવંતોમાં ચિંતન-મનનની પ્રક્રિયા રૂપ મતિજ્ઞાન ન હોવાથી મનની ચંચળતા નથી, પરંતુ મન-વચન અને કાયાના યોગ વડે “આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરીકરણ” છે. તેવા પ્રકારની આત્મપ્રદેશોની ચંચળતાને રોકવી તેને ધ્યાન કહેવાય છે. આ ધ્યાન તેરમાના છેડે અને ચૌદમે ગુણઠાણે જ માત્ર હોય છે. તેમાં ગુણઠાણામાં પ્રથમસમયથી યોગનિરોધવાળો કાળ ન આવે ત્યાં સુધી ચિત્તની સ્થિરતા-એકાગ્રતા એ પ્રથમ અર્થવાળું કે યોગનિરોધ એ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy