SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ | મથ ત્રિશત્તમે ધ્યાનાકૃશ્નમ્ | अथ ध्यानाष्टकं विस्तार्यते । ध्यानलक्षणं निर्युक्तौ - अंतोमुहत्तमित्तं, चित्तावत्थाण एगवत्थुमि । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥३॥ (ध्यानशतक गाथा-३) नामादिकं स्वतो वाच्यम् । तत्र ध्यानस्वरूपं निरूपयन्नाह - હવે ધ્યાનાષ્ટક નામનું ત્રીસમું અષ્ટક શરૂ કરાય છે. ધ્યાનનું લક્ષણ આવશ્યકનિયુક્તિમાં તથા ધ્યાનશતકની ત્રીજી ગાથામાં આ પ્રમાણે કહ્યું છે. કોઈપણ એકવસ્તુના વિચારમાં માત્ર અંતર્મુહૂર્ત કાલ સુધી ચિત્તનું સ્થિર થવું તેને ધ્યાન કહેવાય છે. આ વ્યાખ્યા છદ્મસ્થ જીવોના ધ્યાનને અનુલક્ષીને છે. કેવલી ભગવંતોમાં યોગનો વિરોધ કરવો તેનું નામ ધ્યાન છે.” ધ્યાનનો અર્થ છઘસ્થ જીવોને આશ્રયી અને કેવલજ્ઞાની પરમાત્માને આશ્રયી ભિન્ન ભિન્ન છે. છદ્મસ્થ જીવો દ્રવ્યમાન અને ભાવમનવાળા છે. મનોવર્ગણાનાં પુગલો ગ્રહણ કરી મનપણે પરિણાવી અને છોડવાં તે દ્રવ્યમાન અને કોઈ પણ વસ્તુનું વધારે વધારે ઊંડું જ્ઞાન મેળવવા જે ચિંતન-મનન અને નિદિધ્યાસન કરવું તે ભાવમન. દ્રવ્યમન નામકર્મના ઉદયથી હોય છે અને તે મન:પર્યાપ્તિ નામકર્મનો ઉદય છે. માટે ઔદયિક ભાવ છે. અઘાતી કર્મનો ઉદય છે તેથી છવસ્થ અને કેવલીભગવંત એમ બન્નેને આ દ્રવ્યમાન હોય છે. છદ્મસ્થ જીવોમાં માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ દ્રવ્યમાન હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને દ્રવ્યમન હોતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પણ સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછીથી દ્રવ્યમાન હોય છે. કેવલી ભગવંતોને રૈવેયક અને અનુત્તરવાસી દેવોએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવાના કાલે તથા દૂર દૂર દેશમાં રહેલા મન:પર્યવ જ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવાના કાલે જ આ દ્રવ્યમાન હોય છે. (નામકર્મના ઉદયજન્ય દ્રવ્યમાન છે.) મતિ-શ્રુત જ્ઞાનાવરણીયકર્મ અને અચક્ષુ દર્શનાવરણીય કર્મ તથા વીર્યાન્તરાય કર્મ, આ ચાર કર્મોના ક્ષયોપશમ વિશેષથી વસ્તુના સ્વરૂપને ઊંડું ઊંડું જાણવા માટેની જે વિચારણા -શક્તિ, ચિંતન કરવાની અને મનન કરવાની જે શક્તિ તે ભાવમન કહેવાય છે. આ શક્તિ ઉપરોક્ત કર્મોના ક્ષયોપશમભાવની છે. તે ભાવમન કેવલી ભગવાન વિના સર્વે પણ સંસારી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy