SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ ૪૫ જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મના ઉદયથી તથા (૨) જ્ઞાનચેતના અને વર્યાદિ ગુણો પરાનુયાયી બની જવાના કારણે, આમ આ બે કારણોને લીધે આત્મદ્રવ્યમાં રહેલા કર્તૃત્વાદિ ધર્મો પરકર્તૃત્વાદિ વિભાવભાવે પરિણામ પામ્યા છે. તેથી જીવમાં પરદ્રવ્યના કર્તૃત્વનો આરોપ કરાયો છે. પરંતુ વાસ્તવિકપણે જીવમાં પરકર્તૃત્વાદિ ધર્મો નથી. તેથી જ જ્યારે આ જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીયકર્મના ઉદયો મંદ પડે છે અને તેના ક્ષાયોપથમિકભાવની વૃદ્ધિ થાય છે ત્યારે તે જ જ્ઞાનચેતના અને વીર્યાદિ ગુણો સ્વભાવદશા તરફ થવાના કારણે કર્તુત્વાદિ ધર્મોનો બદલો થઈ જાય છે. ગાડી જે માર્ગે દોડતી હતી તે માર્ગને છોડીને તેનાથી વિપરીત (સાચા) માર્ગે દોડે છે. તેની જેમ જે પરાનુયાયી કસ્તૃત્વાદિ હતું તે જ સ્વભાવદશાનુયાયી કર્તૃત્વાદિ થવાથી રત્નત્રયી રૂપ ગુણો પ્રગટ થાય છે. આ રીતે શુદ્ધ આત્મસ્વરૂપની સાધનાનું જ કર્તુત્વ બની જાય છે. આ પ્રમાણે સ્વકીય ગુણોમાં જ પૂર્ણપણે તન્મયતા દ્વારા આત્માના ગુણોની જ સાધનાનું કસ્તૃત્વ પ્રગટ કરીને ગુણોમાં જ રમવું (પરદ્રવ્યમાં ન જોડાવું) એવું શુદ્ધ કરૂંવાદિ આ જીવમાં આવે છે. સ્વગુણો એ વાસ્તવિક પોતાનું જ સ્વરૂપ છે. માટે તેનું જ કર્તુત્વાદિ વાસ્તવિક છે. પરદ્રવ્યનો સંયોગ તો મોહનીયાદિ કર્મોની ઉદયાત્મક ઉપાધિથી થયેલો છે. તેથી અવાસ્તવિક છે માટે તેનું કર્તૃત્વ પણ અવાસ્તવિક છે, આરોપિત છે, કલ્પિત છે. ગત વ = આ કારણથી જ આત્માના ગુણોની સાધના કરનારા અને પોતાના શુદ્ધસ્વરૂપ તરફ જ વળેલા એવા ઉત્તમ મુનિ-મહાત્માઓને પરભાવનું કર્તૃત્વ સંભવતું નથી. પરંતુ “જ્ઞાતૃત્વ” એ આત્માનો ગુણ હોવાથી જગતના સર્વ ભાવોના જાણવાપણા રૂપ “જ્ઞાયકત્વ” સ્વભાવ અવશ્ય હોય છે. માટે જીવ જગતના ભાવોનો જ્ઞાતા-દૃષ્ટા છે પણ કર્તા-ભોક્તા નથી. अत्र प्रश्नः - तर्हि मुनीनां परभावाकर्तृत्वे उक्तहेतुद्वयजन्यकर्मकर्तृता कुतः ? तत्राह-स्वस्वभावमग्नानां साधकमुनीनामनभिसन्धिजवीर्यतदनुगतचेतनया कर्मबन्धकर्तृत्वमस्ति, तथापि स्वायत्ताभिसन्धिजगुणप्रवृत्तीनां स्वभावानुगतत्वात् अकर्तृत्वम् । अथवा - एवम्भूतसिद्धत्वास्वादानन्दमग्नानां तु न परभावकर्तृता ।। __ अथवा - सम्यग्दर्शनादिगुणप्राप्तौ वस्तुस्वरूपविवरणेन स्वरूपानुगतस्वशक्तित्वेन आत्मनः परभावकर्तृत्वं नास्त्येव, ज्ञायकत्वमेवेति । अतः स्वरूपरसिकानां सर्वभावज्ञायकत्वम्, कर्तृत्वं तु स्वपारिणामिकभावस्य । अतः
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy