SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર परकर्तृत्वे जातेऽपि तेषामेव गुणानां स्वभावसम्मुखीभवनेन कर्त्तृत्वादीनां परावृत्तिः, तेन सम्यग्दर्शन-ज्ञान-चारित्रपरिणतेः स्वरूपसाधनकर्तृत्वादि कुर्वन् गुणकरणैः पूर्णैः साधनकर्त्तृत्वं विधाय गुणप्रवृत्तिरूपं शुद्धं कर्तृत्वादिकं करोति, अत एव साधकानां सन्मुनीनां स्वरूपसन्मुखानां न परभावकर्तृत्वमिति, किन्तु ज्ञायकत्वमेव । આ આત્મા પોતાના કેવળ શુદ્ધસ્વરૂપના જ સંગવાળો હોવાથી (ન:મપત્ન નથી શોક્ય રૂપે વિરોધી અશુદ્ધ તત્ત્વ જેમાં એવા કેવળ શુદ્ધ સ્વરૂપનો જ સંગી છે. તેથી) પોતાના સ્વાભાવિક જે ગુણો છે તેની જ તન્મયતા કરવા દ્વારા ઉત્તમોત્તમ પ્રવૃત્તિસ્વરૂપ પોતાના જ વિશેષ ગુણોનો (જ્ઞાન-દર્શન ચારિત્રાદિ ગુણોનો) કર્તા છે. આમ હોવા છતાં પણ (૧) પોતાના ગુણોની તન્મયતાનું આવરણ કરનારા એવા જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ઉદયજન્ય વિકારોના કારણે, તથા (૨) પરદ્રવ્યને અનુયાયી બનેલી એવી જ્ઞાનચેતના અને વીર્ય ગુણ આદિ ક્ષાયોપશમિક ભાવના ગુણોના કર્તૃત્વ-ભોતૃત્વ-ગ્રાહકત્વાદિના પરિણામો જે છે-તે ૫૨કર્તૃત્વાદિ વિભાવ સ્વરૂપે પરિણામ પામ્યા છે. તે બે કારણોને લીધે આ જીવમાં ઔપચારિક રીતે “પરકર્તૃત્વ” આવેલ છે. છતાં પણ તે જ જ્ઞાનચેતના અને વીર્યાદિ ક્ષાયોપશમિકભાવના ગુણોની જ્યારે સ્વભાવદશા તરફ સન્મુખતા થાય છે ત્યારે (સ્વભાવદશા સમજાય છે અને તે તરફ ગુણોનું યુંજનકરણ થાય છે ત્યારે) કર્તૃત્વ-ભોક્તત્વ અને ગ્રાહકત્વ ધર્મોની પરાવૃત્તિ થાય છે. જેમ ખોટે રસ્તે ચડી ગયેલો માણસ ખોટા રસ્તાનો ખ્યાલ ન હોય ત્યાં સુધી તે માર્ગે જ ગાડી દોડાવે છે પણ આ રસ્તો ખોટો છે એમ ભાન થતાં જ ત્યાંના કોઈ અનુભવીને પૂછીને ગાડીને સાચા માર્ગે વાળીને વધારે સ્પીડથી ગાડી દોડાવે છે. તેમ કર્તૃત્વાદિ ભાવો જે પરાનુયાયી હતા તે સંબંધી ભેદજ્ઞાન થતાં અને સત્ય સમજાતાં જ તે ભાવો સ્વદશાનુયાયી બની જાય છે. તેથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પરિણતિ પ્રગટ થવાથી આત્માના શુદ્ધસ્વરૂપની સાધનાનું જ કર્તૃત્વ-ભોક્તૃત્વ અને ગ્રાહકત્વાદિ પ્રગટ થાય છે. આમ આ જીવ પોતાના સ્વાભાવિક જે ગુણો છે તેની જ પૂર્ણપણે તન્મયતા કરવા દ્વારા આત્મતત્ત્વની સાધનાનાં કર્તૃત્વાદિ પ્રગટ કરીને મોહજન્ય દોષોમાં પ્રવર્તન કરવા રૂપ જે અશુદ્ધ કર્તૃત્વાદિ હતા તેને ત્યજીને આત્મગુણોમાં જ પ્રવર્તન કરવા સ્વરૂપ શુદ્ધ કર્તૃત્વાદિ ભાવોને પ્રગટ કરે છે. = સારાંશ કે “આત્મા કેવલ એકલા ગુણોનો જ સંગી છે” દોષો તો પરદ્રવ્યથી આવેલા છે. પરદ્રવ્યના મીલનથી આવ્યા છે. માટે તે જીવનું પોતાનું અસલી સ્વરૂપ નથી. તેથી ગુણોમાં તન્મય થવું, ગુણોમાં જ પ્રવર્તવું, એ જ પોતાનું કામ છે. આ જ આત્માનું કર્તૃત્વભોક્તત્વ અને ગ્રાહકત્વાદિ છે. છતાં પણ (૧) આત્માના ગુણોનું આવરણ કરનારાં
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy