SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ૭૧૭ યોગાષ્ટક - ૨૭ मोक्षेण योजनाद् योगः, सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णार्थालम्बनैकाग्र्यगोचरः ॥१॥ ગાથાર્થ :- આ આત્માને મોક્ષની સાથે જોડે એવો સર્વે પણ આચાર “યોગ” કહેવાય છે. તેના વિશેષ કરીને ભેદ કરીએ તો સ્થાન-વર્ણ-અર્થ-આલંબન અને એકાગ્રતાના વિષયવાળો પાંચ પ્રકારનો યોગ છે. ૧ ટીકા :- “નક્ષેતિ” સનાક્ષ મોક્ષ:, તેને યોગનાલ્યો: ૩તે સ च सर्वोऽप्याचारः-जिनशासनोक्तचरणसप्ततिकरणसप्ततिरूपः मोक्षोपायत्वाद् योग રૂષ્યતે તત્ર વિશિષ્ટ-વિશેષે સ્થાનં ૨, વ: ૨, મર્થ: રૂ, નિસ્વનં ૪, एकाग्रता ५ इति पञ्चप्रकारो योगः मोक्षोपायहेतुः मतः । इत्यनेनानादिपरभावासक्तभवभ्रमणग्रहात् पुद्गलभोगमग्नानां न भवति । अयमभिप्राय:-यतोऽस्माकं मोक्षः साध्योऽस्ति, स च गुरुवचनस्मरण-तत्त्वजिज्ञासादियोगेन स्वरूपं निर्मलं निस्सङ्गं परमानन्दमयं संस्मृत्य तत्कथाश्रवणप्रीत्यादिकं करोति । स परम्परया सिद्धयोगी भवति । न हि मरुदेवीवत् सर्वेषामल्पप्रयासात् सिद्धिः । तस्या हि अल्पाशातनादोषकारकत्वेन निष्प्रयासा सिद्धिः । अन्यजीवानां चिराशातनाबद्धगाढकर्मणां तु स्थानादिक्रमेणैव भवति ॥१॥ વિવેચન :- આત્મા અને કર્મનો સંયોગ અનાદિકાલથી છે. પૂર્વે કોઈ કાલ એવો ન હતો કે જ્યારે આત્મા એકલો હતો અને તેને કર્મ ન હતું, કારણ કે જો શુદ્ધ એવો કર્મ વિનાનો આત્મા પૂર્વે હોય તો તેને કર્મ લાગે જ નહીં. મલીન આત્માને જ કર્મ લાગે. મુક્તાત્માને કર્મ લાગતાં નથી. માટે આત્માનો અને કર્મનો સંયોગ અનાદિકાલીન છે. તે સંયોગનો નાશ થવો તેનું જ નામ મોક્ષ છે. અર્થાત્ સર્વ કર્મનો ક્ષય થવો તેને જ મોક્ષ કહેવાય છે. આવા પ્રકારના મોક્ષની સાથે જે આચાર આ આત્માને જોડી આપે છે તે આચારને “યોગ” કહેવાય છે. આત્માનું મોક્ષની સાથે મુંજન કરનારો જે આચાર છે તે સર્વે પણ આચારને યોગ કહેવાય છે. જિનેશ્વર પરમાત્માના શાસનમાં કહેલો મોહનો નાશ કરે એવો ચરણસિત્તરી અને કરણસિત્તરી રૂપ જે કોઈ આચાર છે તે સર્વે પણ આચાર મોક્ષનો ઉપાય હોવાથી યોગ કહેવાય છે. ત્યાં મોક્ષ પ્રાપ્તિના ઉપાયરૂપે વિશેષ ભેદપૂર્વક પાંચ પ્રકારનો યોગ જૈનશાસ્ત્રમાં કહેવાયો છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy