SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫ ૬૯૧ રાખવી, આસક્તિ રાખવી તે પરિગ્રહ છે. જો વસ્તુ રાખવી તેને પરિગ્રહ કહેશો તો જયણા માટે મોરપિંછી અને શરીરશુદ્ધિ કરવા પાણી લઈ જવા માટે કમંડળ રાખવું તેને પણ પરિગ્રહ જ માનવો પડશે, તથા ભણવા માટે પુસ્તક રાખવાં અને શરીર ટકાવવા આહાર લેવો તેને પણ પરિગ્રહ જ માનવો પડશે, માટે દિગંબર સંપ્રદાયની આ દલીલ બરાબર નથી. મોરપિંછ, કમંડળ, પુસ્તક અને આહારગ્રહણ આ સઘળી વસ્તુ દિગંબર મુનિઓ પણ રાખે છે. છતાં પોતાની જાતને નિષ્પરિગ્રહી મુનિ માને છે. તો પછી વસ્ત્ર-પાત્રાદિ ધાર્મિક ઉપકરણો હોતે છતે પણ મુનિ જો મૂર્છા-મમતા વિનાના હોય તો તે મુનિ નિષ્પરિગ્રહી કેમ ન કહેવાય ? અવશ્ય નિષ્પરિગ્રહી જ કહેવાય. આ વિષય અધ્યાત્મ મતપરીક્ષા-ગ્રન્થમાંથી જાણી લેવો. મોરપિંછ રાખવામાં જયણાપાલનનું પ્રયોજન છે. કમંડળ રાખવામાં શરીરશુદ્ધિ માટે જળ લઈ જવાનું પ્રયોજન છે. પુસ્તકાદિ રાખવામાં અધ્યયન-અધ્યાપનનું પ્રયોજન છે. આહારગ્રહણમાં શરીર ટકાવવાનું જો પ્રયોજન છે તો વસ્ત્ર રાખવામાં નિર્વિકારતાનું પ્રયોજન છે અને પાત્રાદિ રાખવામાં જયણા આદિનું પ્રયોજન છે. વસ્ત્ર વિનાનું શરીર પોતાની જાતમાં પણ વિકારો કરે અને પોતાના નગ્ન શરીરને જોઈને અન્ય લોકોને પણ વિકાર-વાસના અને અબ્રહ્મનો હેતુ બને, વળી સંસારી લોકોમાં નગ્ન શરીર બિભત્સ પણ લાગે, તેથી વસ્ત્રાદિ અનિવાર્ય પ્રયોજનવાળાં છે. આ રીતે દીપકની જ્યોતને સ્થિર કરવામાં જેમ નિર્વાતસ્થાનો પ્રબળ કારણ છે તેમ મુનિની નિષ્પરિગ્રહતા રૂપી સ્થિરતામાં ધર્મનાં ઉપકરણો પણ પ્રબળ કારણ છે. અર્થાત્ ધાર્મિક ઉપકરણો નિર્વાતસ્થાન તુલ્ય છે. આ રીતે ધાર્મિક ઉપકરણો સંયમમાં ઉપકારક હોવા છતાં તે ધર્મનાં ઉપકરણોને પણ પરિગ્રહ છે - આમ માનતો કોઈક વાદી (દિગંબર મતાનુયાયી) વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોના ત્યાગ માટે જે પ્રયત્ન કરે છે અને નગ્ન થઈને રહેવામાં સાધુતા માને છે તેને ગ્રંથકારશ્રી ઉપર પ્રમાણે ઉપદેશ આપે છે. અર્થાત્ ધર્મનાં ઉપકરણો હોતે છતે પણ જે મુનિ મૂર્છા રહિત છે તે મુનિ નિષ્પરિગ્રહી છે. આમ સમજાવે છે. તથા શીત-ઉષ્ણાદિ પરિષહના વિજયકાલે તથા દંશ-મશકાદિના ઉપદ્રવકાળે આકુલ -વ્યાકુલતા થવાથી સ્વાધ્યાયાદિ કરવામાં જે વ્યાઘાત થાય, ચિત્તની સ્થિરતા ન રહે તે કાલે વસ્ત્રાદિનું મમતારહિતપણે હોવું અતિશય ઉપકારી છે. આ રીતે ધર્મનાં ઉપકરણો નિષ્પરિગ્રહતાની અને સ્થિરતાની વૃદ્ધિ કરવા માટે છે. આ સઘળો પણ વિષય પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મસંગ્રહણી નામના ગ્રંથમાં ૧૦૨૮-૧૦૨૯ માં કહેલો છે. जति विण विणस्सति, च्चिय देहो झाणं तु नियमतो चलति । सीतादिपरिगयस्सिह, तम्हा लयणं व तं गज्झं ॥ १०२८ ॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy