SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯) પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫ જ્ઞાનસાર चिन्मात्रदीपको गच्छेन्निर्वातस्थानसन्निभैः । निष्परिग्रहता स्थैर्य, धर्मोपकरणैरपि ॥७॥ ગાથાર્થ :- જ્ઞાન માત્ર રૂપ દીપક સમાન અપ્રમત્ત મુનિ નિર્વાત સ્થાનની તુલ્ય ધર્મનાં ઉપકરણો રાખે તો પણ નિષ્પરિગ્રહતા રૂપી ધર્મની સ્થિરતાને પામે છે. તે ટીકા :- “ન્મિતિ” અપ્રમત્તસાધુઃ રિમૈત્રીપ:-જ્ઞાનમત્રી પ્રવી: गच्छेद्-लभेत, कैः ? निर्वातस्थानसन्निभैः-पवनप्रेरणारहितस्थानसंयोगैः । यथा ज्ञानदीपकस्य "स्थैर्यं"-स्थिरत्वं, निष्परिग्रहता-परिग्रहाभाव एव साधयति । इत्युपदिष्टे कश्चिद् धर्मोपकरणस्यापि परिग्रहत्वं जानन् तत्परिहाराय यतते । अतो धर्मोपकरणैरपि स्थैर्यं वर्धते । इति धर्मसङ्ग्रहण्यां सर्वमप्युक्तम् (गाथा-१०२८-१०२९) ___शीतातपदंशादिपरिषहोदये स्वाध्यायव्याघाते निःस्पृहत्वेन धर्मोपकरणग्रहणं समाधिस्थिरताहेतुः अमूच्छितस्य न तत्परिग्रहता । न हि पुद्गलजीवयोः एकक्षेत्रावगाहिता परिग्रहः । किन्तु चेतना तद्रागद्वेषपरिणतपरिग्रहग्रहत्वं प्राप्नोति । अतः उपकरणानां निमित्तता एव तत्त्वसाधने । यथार्हद्गुरुसंसर्गः निमित्तम्, एवमात्मनि स्वरूपस्थे न पुद्गलस्कन्धा बाधकाः । आत्मैव तदनुगतः बाधकत्वं करोति ॥७॥ વિવેચન :- જેમ દીપક પ્રકાશાત્મક છે, પણ ચારે બાજુથી જો પવનનું જોર હોય તો તેની જ્યોત પવનને અનુસારે જમણી ડાબી-ઉપર અને નીચે એમ સર્વત્ર ફરતી હોય છે તેથી અસ્થિર-ચંચળ હોય છે. પરંતુ જો તે દીપકને નિર્વા = વાયુ વિનાના સ્થાનમાં રાખવામાં આવે તો તે જ દીપકની જ્યોત અત્યન્ત સ્થિરતાને પામે છે. આ વાત સર્વ લોકોને અનુભવસિદ્ધ છે. સારાંશ કે પવનવાળા સ્થાનોમાં દીપક અસ્થિર અને ચંચળ હોય છે, પણ પવન વિનાના સ્થાનોમાં તે જ દીપક અત્યંત સ્થિર હોય છે. એ જ રીતે પ્રમાદ વિનાના જાગૃત મુનિ ધર્મનાં ઉપકરણોવાળા હોય તો પણ (વસ્ત્ર-પાત્રાદિ ઉપધિવાળા હોય તો પણ) નિષ્પરિગ્રહતા રૂપ સ્થિરતાને પામનારા બને છે. કારણ કે વસ્ત્ર-પાત્રાદિ ધર્મનાં ઉપકરણો પવન વિનાનાં સ્થાનો તુલ્ય છે. જૈનદર્શનમાં દિગંબર સંપ્રદાય મુનિજીવનમાં વસ્ત્ર-પાત્રાદિ ઉપધિના ત્યાગથી નિષ્પરિગ્રહતા માને છે. તેઓનું કહેવું એવું છે કે મુનિ જો વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ રાખે તો પરદ્રવ્યની વિદ્યમાનતા હોવાથી તે મુનિ પરિગ્રહવાળા કહેવાય, નિષ્પરિગ્રહી ન કહેવાય અને નિષ્પરિગ્રહતા વિના સાધુતા જ ન સંભવે. તેવા પ્રકારની દિગંબર સંપ્રદાયની યુક્તિની સામે પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી જણાવે છે કે ધર્મનાં ઉપકરણો રાખવાં તે પરિગ્રહ નથી, પણ મૂછ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy