SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી શાસ્ત્રાષ્ટક - ૨૪ ગાથાર્થ :- સર્વે જીવો ચામડીની બનેલી ચક્ષુવાળા છે. દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે. સિદ્ધ પરમાત્મા સર્વત્ર જોઈ શકાય એવા કેવલજ્ઞાન રૂપી ચક્ષુવાળા છે અને સર્વે સાધુ મહાત્માઓ “શાસ્ત્ર” રૂપી ચક્ષુવાળા છે. તેના ટીકા :- “વર્ષચક્ષમૃતતિ, સર્વે તિર્થમનુણા: ઘર્મઘક્ષમૃતઃ, ગતિશ્રતज्ञानावरणीयचक्षुरचक्षुर्दर्शनावरणीय-वीर्यान्तरायक्षयोपशममूलं जातिनामकर्मपर्याप्तिनामकर्म-शरीरनामकर्म-निर्माणनामकर्मोदयजन्यचक्षुर्भूतः तद्धराः । च-पुनः, देवाः-सुराः अवधिचक्षुषः-अवधिज्ञानावरणीयावधिदर्शनावरणीयक्षयोपशमसमुत्थज्ञानदृष्टयः । सिद्धाः सर्वचक्षुर्धरा:-सर्वप्रदेशकेवलोपयोगमयाः, साधवः-निर्ग्रन्थाः शास्त्रचक्षुषः-शास्त्रावलम्बिज्ञानधराः । उक्तञ्च आगमचक्खू साहू, चम्मचक्खूणि सव्वभूआणि । देवा य ओहिचक्खू, सिद्धा पुण सव्वओ चक्खू ॥१॥ अतः निर्ग्रन्थानां वाचनादिस्वाध्यायमुख्यत्वम् ॥१॥ વિવેચન :- સર્વે તિર્યંચો અને મનુષ્યો ચર્મચક્ષુને ધારણ કરનારા છે. અહીં સર્વે તિર્યંચો અને મનુષ્યોનો ઉલ્લેખ જે કર્યો છે તે સામાન્યથી જાણવો એટલે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને સંમુર્ણિમ મનુષ્યોને છોડીને શેષ ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્યો લેવા. તે જીવો મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ છે મૂલ જેમાં એવી ભાવચક્ષુને (ચાક્ષુષજ્ઞાનને) ધારણ કરનારા છે. તથા જાતિનામકર્મ, પર્યાપ્તિનામકર્મ, શરીરનામકર્મ અને નિર્માણનામકર્મના ઉદયથી પ્રાપ્ત થનારી દ્રવ્યચક્ષુને પણ ધારણ કરનારા હોય છે. મતિજ્ઞાનાવરણીયાદિ ચારે ઘાતી કર્મોની પ્રકૃતિઓના ક્ષયોપશમથી આત્મામાં ચક્ષુદર્શન આદિની શક્તિ પ્રગટ થાય છે તેને ભાવ-ચક્ષુરિન્દ્રિય કહેવાય છે અને શરીરનામકર્મ તથા ઈન્દ્રિયપર્યાપ્તિનામકર્મથી પુદ્ગલની રચનારૂપ દ્રવ્યચક્ષની પ્રાપ્તિ થાય છે. નિર્માણનામકર્મના ઉદયથી તે દ્રવ્યચક્ષની યથાસ્થાને રચના થાય છે અને જતિનામકર્મની અંદર ચઉરિન્દ્રિય જાતિનામકર્મ અને પંચેન્દ્રિયજાતિનામકર્મનો ઉદય તેવા પ્રકારની ચાક્ષુષશક્તિ પ્રાપ્ત કરવામાં સહકારી કારણ બને છે. માટે અઘાતી કર્મની આ ચારે પ્રકૃતિઓનો ઉદય દ્રવ્યચક્ષુની પ્રાપ્તિમાં કારણ છે. અને ઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવચક્ષુની (ચાક્ષુષજ્ઞાનની) પ્રાપ્તિનું કારણ છે. આ રીતે તિર્યંચ-મનુષ્યો ચર્મની (ચામડીની) ચક્ષુવાળા છે. તેના દ્વારા દેખવાનું કામ કરે છે. પુગલની બનેલી ચક્ષુથી દેખે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy