SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૨ શાસ્રાષ્ટક-૨૪ एकमपि जिनवचनाद् यस्मान्निर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः ॥२७॥ तस्मात्तत्प्रामाण्यात्समासतो व्यासतश्च जिनवचनम् । श्रेयः इति निर्विचारं, ग्राह्यं धार्यं च वाच्यं च ॥२८॥ न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ॥ २९॥ श्रममविचिन्त्यात्मगतं, तस्मात् श्रेयः सदोपदेष्टव्यम् । आत्मानञ्च परञ्च हितोपदेष्टा ऽनुगृह्णाति ॥३०॥ इति । अत एव शास्त्रादरोत्पादनार्थमुपदिशति જે કારણથી જિનેશ્વર પરમાત્માની વાણીમાંથી કોઈ એક પદ પણ (જો ભાવપૂર્વક અવધારવામાં આવે તો) મુક્તિદાયક બને છે. સંભળાય પણ છે કે એક સામાયિક માત્ર પદથી અનંત અનંત જીવો મુક્તિપદ પામ્યા છે. II૨૭ના = જ્ઞાનસાર તે કારણથી તે જિનવચન જ (જિનવાણી જ) પ્રમાણભૂત છે. માટે આ જિનવચન યથાશક્તિ સંક્ષેપથી અથવા વિસ્તારથી ગ્રહણ કરવા લાયક છે, ધારણ કરવા લાયક છે, લોકો સમક્ષ કહેવા લાયક છે, નિશ્ચે વિચારવા યોગ્ય છે અને અવશ્ય તે જ કલ્યાણકારક છે. ૨૮ હિતકારી વચનો સાંભળવાથી સર્વે પણ શ્રોતાઓને ધર્મ થાય એવો નિયમ નથી. પરંતુ અનુગ્રહબુદ્ધિ રાખીને બોલતા વક્તાને તો અવશ્ય હિત થાય જ છે. ા૨ા બીજાને ઉપદેશ આપવામાં પોતાને પડતા પરિશ્રમને નહીં ગણકારીને પણ હંમેશાં કલ્યાણકારી માર્ગનો ઉપદેશ અવશ્ય આપવો જોઈએ. કારણ કે હિતકારી ઉપદેશ આપનાર વક્તા પોતાનો અને પરનો અવશ્ય અનુગ્રહ કરે છે. II૩ગા આ કારણથી જ શ્રોતા એવા આત્માઓને વીતરાગ પરમાત્માનાં શાસ્ત્રો ઉપર વધારે ને વધારે આદરભાવ ઉત્પન્ન થાય તે માટે હવે શાસ્રાષ્ટક લખાય છે. चर्मचक्षुर्भृतः सर्वे, देवाश्चावधिचक्षुषः । सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः ॥१॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy