SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩ ૬૪૭ આપની પાસેથી મારા વડે પ્રાપ્ત કરાઈ છે. પણ નિદ્રા અને પ્રમાદના વશથી તે રત્નત્રયી હું હારી ગયો છું. હે પ્રભુ ! હું આ મારી હારના પોકાર કોની પાસે કરું ? હું કોની પાસે જઈને રહું ? મેં લોકોને છેતરવા માટે વૈરાગ્યના રંગો ધર્યા, લોકોને ખુશી ખુશી કરવા માટે ધર્મોપદેશ આપ્યો, વાદવિવાદ કરવા માટે વિદ્યા ભણ્યો, હે પ્રભુ ! હાંસી ઉપજે એવું મારું આવું આચરણ કેટલું કહું ? હાંસીપાત્ર એવા મારા આચરણની કોઈ સીમા નથી. ભમતાં મહાસાગરે, પામ્યો પસાયે આપના । જે જ્ઞાનદર્શનચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણા ॥ તે પણ ગયા પરમાદના વશથી, પ્રભુ કહું છું ખરું । કોની કને કિરતાર, આ પોકાર હું જઈને કરું ॥૮॥ ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા । ને ધર્મના ઉપદેશ, રંજન લોકને કરવા કર્યા ॥ વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું । સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહ્યું "લા लोकसञ्ज्ञामहानद्यामनुश्रोतोऽनुगा न के ? । प्रतिश्रोतोऽनुगस्त्वेको, राजहंसो महामुनिः ॥३॥ (૨) ગાથાર્થ લોકસંજ્ઞા રૂપી નદીમાં તૃણ અને કાષ્ઠની જેમ પ્રવાહને અનુસરનારા આ સંસારમાં કોણ નથી હોતા ? અર્થાત્ સર્વે જીવો લોકસંજ્ઞાના પ્રવાહને અનુસરે છે. પરંતુ સામે પ્રવાહે ચાલે એવા તો રાજહંસની તુલ્ય એક મહામુનિ જ હોય છે. IIII ટીકા :- “તોસબ્સેતિ'' તો'જ્ઞા-નો રીતિરૂપા મહાનવી, તસ્યા: અનુશ્રોત:-પ્રવાહ:, તસ્ય અનુશા:-અનુયાયિન: જે 1 મત્તિ ? અને ( મત્તિ) इत्यर्थः । तत्र प्रतिश्रोतोऽनुगः- सन्मुखप्रवाहचारी तु एक एव महामुनि:-शुद्धश्रमणो राजहंसो नान्य इति । तेन लोकरूढिरूढा बहवो जीवाः । निर्ग्रन्थस्तु रत्नत्रयसाधनोद्यतः स एव स्वरूपानुगामी । उक्तञ्च दशवैकालिके अणुसोअपट्टिबहुजणंमि, पडिसोअलद्धलक्खेणं । पडिसोअमेव अप्पा, दायव्वो होउ कामेणं ॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy