SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૬ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩ જ્ઞાનસાર यथा चिन्तामणिं दत्ते, बठरो बदरीफलैः । हहा जहाति सद्धर्मं, तथैव जनरञ्जनैः ॥२॥ ગાથાર્થ :- જેમ મૂર્ણ મનુષ્ય બોરફળ લેવા માટે બોર વેચનારને ચિંતામણિ રત્ન આપી દે છે તેમ લોકપ્રશંસા આદિની ઈચ્છાથી મૂર્ખ મનુષ્ય ઉત્તમ ધર્મને ત્યજી દે છે. રા ટીકા - “યથા ચિન્તામિિમતિ” યથા-ચેન પ્રજરે શત્ વ૮:-પૂર્વ: बदरीफलैः चिन्तामणिं दत्ते, तथैव मूढः जनरञ्जनैः-लोकश्लाघाभिलाषैः सद्धर्म -द्रव्याचरणतत्त्वानुभवलक्षणं, हहा इति खेदे जहाति-त्यजति, इत्यनेन जिनभक्तिश्रुतश्रवणाहारत्यागादिकं यशः-पूजादिना हारयति । उक्तञ्च - त्वत्तः सुदुष्प्रापमिदं मयाप्तं, रत्नत्रयं भूरिभवभ्रमेण । प्रमादनिद्रावशतो गतं तत्, कस्याग्रतो नायक ! पूत्करोमि ॥ वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय । वादाय विद्याध्ययनं च मेऽभूत्, कियद् ब्रुवे हास्यकरं स्वमीश ! ॥ (રત્નાવરપર્શેવિંશતિ માથા ૮-૧) રા. વિવેચન : - જેમ કોઈ બુદ્ધિહીન મનુષ્ય બોર વેચાતાં લે અને તેની કિંમતમાં ચિંતામણિ રત્ન આપી દે તો તેનાથી તે મૂર્ખ જ કહેવાય, કારણ કે બોરની કિંમત ક્યાં ? અને ચિંતામણિ રત્નની કિંમત ક્યાં? ચિંતામણિ રત્ન ઘણું જ કિંમતી છે. તે ફરીથી મળવું પણ મુશ્કેલ છે. જ્યારે બોર તો તુચ્છ વસ્તુ છે. તેની કિંમત તો બે-પાંચ રૂપિયા માત્ર છે. આવું કામ કરનાર જેમ મૂર્ખ કહેવાય છે તેમ મૂઢ મનુષ્ય (મોહાલ્વ મનુષ્ય) જનરંજન માટે ઉત્તમ ધર્મનો ત્યાગ કરે છે, ખેદની વાત છે કે ધર્મનું કરેલું બાહ્ય આચરણ (પૂજા-સામાયિકપ્રતિક્રમણ-તીર્થયાત્રા-ઉપવાસાદિ તપ વગેરે સુંદર ધર્માચરણ) તથા તત્ત્વાનુભવ (સુંદર શાસ્ત્રાભ્યાસ, ધર્મોપદેશ, શ્રવણ-મનન) જેવાં ઉત્તમ કાર્યો કરે છે અને મનમાં લોકો મને સારો કહે, લોકો મારી પ્રશંસા કરે, એવી તીવ્ર ઈચ્છાઓ રાખે છે. એટલે સધર્મનું ફળ જે કર્મનિર્જરા છે તે ફળ આત્મશ્લાઘા આદિ ઈચ્છવાના કારણે ખોઈ બેસે છે. એટલે કે હારી જાય છે. આ રીતે જિનેશ્વર પ્રભુની ભક્તિ, શાસ્ત્રશ્રવણ અને આહારત્યાગ વગેરે ઉત્તમ ધર્મનાં કાર્યો કરીને યશ અને પૂજા આદિ ઈચ્છવા દ્વારા કર્મનિર્જરા રૂપ ફળને હારી જાય છે. રત્નાકર પચ્ચીસીમાં ગાથા ૮-૯ માં કહ્યું છે કે – ઘણા ઘણા ભવભ્રમણ વડે પણ અતિશય દુષ્માપ્ય એવી આ રત્નત્રયીની સાધના
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy