SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨ ૩૫ આ મને નથી ગમતું” આવો જે પરિણામ થાય છે. તે મોહ છે. કર્મબંધનું કારણ છે. તેથી વિષયોથી ઈન્દ્રિયોને રોકવી તે મગ્નતાનું પ્રધાનતમ કારણ છે. તથા ચેતનાગુણ અને વીર્યગુણ આ બન્ને ગુણોની સાથે એકતાના વિચારવિશેષસ્વરૂપ એવા પોતાના મનને સમાધિમાં સ્થાપન કરીને એટલે કે વિષયોનો વિરોધ કરીને આત્મદ્રવ્યના સ્વરૂપચિંતનની સાથે એકાગ્રતા કરવી તે સમાધિ કહેવાય છે. સમાધિ એ પણ યોગના આઠ અંગોમાંનું એક અંગ છે. તેનો અર્થ અભિધાન ચિંતામણિ શ્લોક ૮૫ માં આ પ્રમાણે કહ્યો છે. જે શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું ધ્યેય છે તે ધેયાત્મક અર્થ માત્રનો જ આભાસ થવો એટલે કે માત્ર આત્મસ્વરૂપની સાથે લયલીનતા કેળવવી તે સમાધિ કહેવાય છે. આ પ્રમાણે યમ-નિયમ વગેરે આઠ અંગો વડે યોગ આઠ પ્રકારનો મનાયેલો છે. તેમાં આત્મસ્વરૂપના જ્ઞાનની સાથે આત્માની એકતા તે સમાધિ કહેવાય છે. તેવા પ્રકારની સમાધિમાં મન સ્થિર કરીને ચેતન્ય સ્વરૂપ એટલે કે જ્ઞાનસ્વરૂપ એવા આત્મામાં વિશ્રાન્તિ (સ્થિરતા) ધારણ કરવી તેને મગ્નતા કહેવાય છે. આત્મામાં અનંત ગુણો હોવા છતાં મુખ્યત્વે દર્શન અને જ્ઞાનગુણ કહેવાય છે. કારણ કે દર્શન અને જ્ઞાનમય આત્મા કહેલો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “3વડો ના વંસUT |દિં” જ્ઞાનગુણ અને દર્શનગુણના ઉપયોગવાળો આ આત્મા છે. સર્વે ગુણોમાં જ્ઞાન અને દર્શન એ ગુણો પ્રધાનતમ છે. અને તે બન્નેમાં જ્ઞાન પ્રધાન છે. આ પ્રમાણે આ આત્માએ જ્ઞાનસ્વરૂપ આત્મદ્રવ્યમાં સ્થિરતા ધારણ કરવી, તેને મગ્ન કહેવાય છે. જ્ઞાનસ્વરૂપમાં સ્થિરતા ધારણ કરનારને મગ્ન કહેવાય છે. ટીકા - રૂત્યુનેન મનાવતઃ અર્થ નીવ: પુત્રીનવરિપબ્લિવિપુ मनोज्ञेषु स्वजनादिषु च भ्रमन् विकल्पकोटिकोटिं प्राप्त इष्टान् विषयानिच्छन्ननिष्टान् विषयाननिच्छन् वातोद्भूतशुष्कपलाशवद् भ्रमति । स च कदाचित् स्वपरविवेकरूपं भेदज्ञानं प्राप्य अनन्तज्ञानदर्शनानन्दमयं स्वीयं भावं स्वतया निर्धार्य, इदं विषयसङ्गादिकं न मम, नाहमस्य भोक्ता, उपाधिरेव एषः, न हि मम कर्तृत्त्वं भोक्तृत्वं ग्राहकत्वं च परवस्तूनाम्, मया हि स्वरूपभ्रष्टेन इदं विहितम्, साम्प्रतं जिनागमाञ्जनेन जातस्वपरविवेकेन तेषु रमणास्वादनं न युक्तम्, इति विचार्य स्वरूपानन्तस्वभावगुणपर्यायस्याद्वादानन्तात्मनि विश्रान्तिं प्राप्तः, आत्मानमनन्तानन्दसंपन्मयं ज्ञात्वा परमात्मसत्तास्वरूपे मग्नो भवति, स-"मग्नः" થીયતે રૂતિ શા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy