SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મનાષ્ટક - ૨ ટીકા :- ‘‘પ્રત્યાક્રૃત્યેન્દ્રિય’' કૃતિ-ફન્દ્રિયાળાં સ્પર્શનસનપ્રાળચક્ષુ:શ્રોત્રવાળાÇ, यो व्यूहः समूहस्तं प्रत्याहृत्य - प्रत्याहारं कृत्वा, विषयसञ्चरतो निवार्य, જ્ઞાનસાર (प्राणायामः प्राणयमः श्वासप्रश्वासरोधनम् । ) प्रत्याहारस्त्विन्द्रियाणां विषयेभ्यः समाहृतिः ॥ इति वचनात् ॥ (અભિધાન ચિન્તામણિ શ્લોક ૮૩) निजं स्वीयं मनः - चेतनावीर्यैकत्वविकल्परूपं, समाधाय - समाधौ संस्थाप्य विषयनिरोधं आत्मद्रव्यैकाग्रतारूपं कृत्वा, " समाधिस्तु तदेवार्थमात्राभासनपूर्वकम् । ( एवं योगो यमाद्यङ्गैरष्टाभिः सम्मतोऽष्टधा ॥८५॥ ) (અભિધાન ચિન્તામણિ શ્લોક ૮૫) आत्मस्वरूपभासनैकत्वरूपसमाधिः, तत्र मनः कृत्वा चिन्मात्रे ज्ञानमात्रे आत्मनि, मुख्यतो दर्शनज्ञानमय एव आत्मा, “उवउत्तो नाणदंसणगुणेहिं" इति वाक्यात् । ज्ञानस्वरूपे स्वद्रव्ये विश्रान्तिं दधत् " मग्न" इति अभिधीयते - कथ्यते, વિવેચન :- આપણા શરીરમાં જે એવાં અંગો (અવયવો) છે કે જેનાથી જીવને જ્ઞાન થાય છે તેને ઈન્દ્રિય કહેવાય છે. આવા પ્રકારનાં જ્ઞાનના સાધનભૂત પાંચ અંગો છે. (૧) સ્પર્શન (ચામડી), (૨) રસન (જીભ), (૩) ઘ્રાણ (નાક), (૪) ચક્ષુ (નેત્ર), (૫) શ્રોત્ર (કાન). આવા પ્રકારની જે પાંચ ઈન્દ્રિયો છે. તેઓનો જે વ્યૂહ એટલે સમૂહ, તેને ઈન્દ્રિયવ્યૂહ કહેવાય છે. તેનો “પ્રત્યાહાર” કરીને એટલે કે વિષયોમાં જતી રોકીને જ્ઞાનાત્મક એવા આત્મસ્વરૂપમાં આત્માનું જે લયલીન થવું, તેને “મગ્ન” કહેવાય છે. “પ્રત્યાહાર” એ યોગના આઠ અંગોમાંનું એક અંગ છે. (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ. યોગનાં આ આઠ અંગો છે શ્રી અભિધાન ચિંતામણિ શ્લોક ૮૩ માં પ્રાણાયામ અને પ્રત્યાહારનો અર્થ આ પ્રમાણે કહેલ છે. પ્રાણને (મુખ-નાસિકાથી સંચાર કરતા વાયુને) રોકવો તે પ્રાણાયામ, એ જ પ્રમાણે પ્રાણનું (વાયુનું) સંયમન કરવું તે પ્રાણયમ તથા પાંચે ઈન્દ્રિયોની વિષયોથી વ્યાવૃત્તિ કરવી તે પ્રત્યાહાર કહેવાય છે. પાંચે ઈન્દ્રિયો પોતપોતાના વિષયને જાણે-અનુભવે તેને જ્ઞાન કહેવાય છે. પરંતુ જાણીને ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવા દ્વારા જે રાગ-દ્વેષ થાય છે “આ મને ગમે છે અને
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy