SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧ જ્ઞાનસાર કરોડો રૂપિયાનું ધન ભેગું કર્યું હોય. વિનયવાળો બહોળો પરિવાર હોય અને આજ્ઞાંકિત સેવકવર્ગ હોય તો પણ આ જીવને જ્યારે જ્યારે જન્મ–જરા-મરણ-રોગ અને શોક આવે છે ત્યારે ત્યારે થતી તે પ્રસંગોની પીડા કોઈ લઈ શકતું નથી. મૃત્યુ પામે ત્યારે ઉપરની તમામ સામગ્રી ટગમગ ટગમગ દેખે છે, પોતે કંઈ બચાવ કાર્ય કરી શકતી નથી એમ સમજીને જાણે રડતી હોય એમ ઉદાસ થઈને રહે છે, પણ સંરક્ષણ કોઈ કરી શકતું નથી. બધી જ સામગ્રી જતી રહે છે અને મૃતક શરીરને ઘરમાંથી બહાર લઈ જવાય છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરાય છે. જીવ પણ બધી જ સામગ્રી હોવા છતાં આયુષ્ય પૂર્ણ થવાથી ઉપડી જાય છે, કોઈ તેને રોકી શકતું નથી. માત્ર એક પોતે બાંધેલા કર્મોનો વિપાક (ઉદય) જ પોતાનું કાર્ય થાય ત્યાં સુધી પાછળ પાછળ જાય છે. પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના જીવે મરીચીના ભવમાં બાંધેલું નીચગોત્રકર્મ પોતાનું કાર્ય સમાપ્ત ન થયું ત્યાં સુધી એટલે કે તીર્થંકરપણાના ભવ સુધી પાછળ ગયું, એવી જ રીતે વાસુદેવના ભવમાં બાંધેલું કર્મ છેલ્લા ભવમાં કાનમાં ખીલા નંખાવવાનું કાર્ય થયું ત્યાં સુધી સાથે ગયું. આમ કર્મ જ ભવાન્તરમાં ફળપ્રાપ્તિ સુધી સાથે જાય છે, ભોગસામગ્રી અહીં જ રહે છે. આ કારણથી પુણ્યોદયજન્ય ઉપકરણસામગ્રી કર્મના ઉદયને આધીન છે. આપણી પોતાની જીવની માલિકીની) નથી, જીવનું તેમાં કંઈ ચાલતું નથી. કર્મોદયની માલિકી છે. આ કારણથી કર્મોદય જ બળવાન છે. આ કારણે હે જીવ! કર્મોનો ક્ષય જ કરવો જોઈએ. કર્મોના ક્ષય માટે જ પ્રયત્ન કરવો જોઈએ. ભોગસામગ્રી તારી માલિકીની નથી તેથી તેનું ગુમાન કરવું ઉચિત નથી. lllી असावचरमावर्ते, धर्मं हरति पश्यतः । चरमावर्तिसाधोस्तु, च्छलमन्विष्य हृष्यति ॥७॥ ગાથાર્થ :- આ કર્મોદય (કર્મવિપાક) જીવનો અચરમાવર્તકાલ ચાલતો હોય ત્યારે તેના દેખતાં દેખતાં તેનામાંથી ધર્મ ચોરી જાય છે અને જ્યારે ચરમાવર્તનો કાલ આવે છે ત્યારે આ કર્મવિપાક સાધુમાં બળ વાપરી શકતો નથી. જો કદાચ સાધુમાં પ્રવેશ કરવા માટે આ વિપાકોદયને નાનું પણ છિદ્ર મળે તો આનંદમાં આવી જાય છે. liણા. ટીકા :- “સવિતિ” ૩-જર્મવિપત્તિ: પતિ-પતિ સતિ અને अचरमावर्ते-चरमपुद्गलपरावर्ताद् अर्वाक् धर्मं हरति-चोरयति । तु-पुनः चरमावर्तिचरमपुद्गलपरावर्तान्तर्वर्तमानमार्गानुसारिजनस्य साधो:-निर्ग्रन्थस्य च्छलमन्विष्यगवेषयित्वा हृष्यति-हर्षं प्राप्नोति । इत्यनेन मार्गानुसारिनिर्ग्रन्थस्य क्षायोपशमिक
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy