SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧ ૬૧૫ ત્રણ (દેવું) થોડું હોય તો પણ, પગમાં લાગેલો ઘા થોડો હોય તો પણ, આગ થોડી લાગેલી હોય તો પણ, કષાયો થોડા હોય તો પણ તમારે તેનો વિશ્વાસ કરવો નહીં, કારણ કે તે થોડું હોય તો પણ દિન-પ્રતિદિન વધીને ઘણું જ થાય છે. (૧૨) ઋણ (દેવું) દાસપણાને આપે છે. ત્રણ એટલે ઘા ફેલાતો ફેલાતો જલ્દી મરણને આપે છે. અગ્નિ વધતો વધતો આખા ઘરને બાળી નાખે છે અને કષાયો વધતા વધતા અનંત ભવમાં ભ્રમણ આપે છે અર્થાત્ અનંત સંસારમાં ભટકાવે છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૩૧૧) આ પ્રમાણે વિચાર કરતાં કર્મોના ઉદયથી આ જીવ દીન બને છે, લાચાર બને છે, પરાધીન બને છે. માટે કર્મોના ઉદયનો વિપાક આવું કષ્ટ આપનાર છે. આપણા अर्वाक् सर्वाऽपि सामग्री, श्रान्तैव परितिष्ठति । વિપાક વર્ષUT: #ાર્ય-પર્યન્તમનુથાવત પદ્દા ગાથાર્થ - પુણ્ય-પાપનો ઉદયકાલ આવે ત્યારે ધન-ધાન્ય, ગાડી-વાડી આદિ સર્વે પણ સામગ્રી જણે થાકી ગઈ હોય તેમ આગળ ઉભી જ રહે છે (કંઈ કરી શકતી નથી). ફક્ત પોતાનો ઉદયમાં આવેલ કર્મોનો વિપાક જ ફળ આપે ત્યાં સુધી જીવની પાછળ પાછળ જાય છે. દા. ટીકા - “3 સર્વેતિ' સર્વાધિ સામગ્રી સર્વા શાન્તા વ પરિતિકૃતિ, न हि कार्यकरणसमर्था । कर्मणः विपाक:-उदयः कार्यपर्यन्तं-चरमकारणमनुधावतिअनुप्रवर्तते । अतो बाह्यसामग्री उपकरणरूपा हि कर्मोदयाश्रिता, तेन कर्मोदयो વત્રવત્તર:, મત: વર્ષીય તિતમિતિ દ્દા વિવેચન :- માણસની પાસે ધન-ધાન્ય બંગલો ગાડી સત્તા વગેરે બાહ્ય ભોગ સામગ્રી જ્યારે હોય છે ત્યારે તે મનુષ્ય અભિમાન કરતો હોય છે. મારી પાસે બધું જ છે. હવે મારે કોઈની જરૂર નથી. મારે કોઈથી દબાવાની જરૂર નથી. આમ મનમાં અભિમાન રાખીને પાવરપૂર્વક ગજ ગજ છાતી કાઢીને ફરતો હોય છે. આખી દુનિયાને ધ્રુજાવતો હોય છે. પરંતુ આ સર્વે પણ ભોગ સામગ્રી (સંસારીસુખના ઉપકરણ રૂપ સામગ્રી) જાણે આ જીવને બચાવવામાં થાકી ગઈ હોય શું? એ રીતે ઉભી જ રહે છે. ટગમગ-રગમગ જોયા જ કરે છે. જીવનું સંરક્ષણ કરવા રૂપ કાર્ય કરવાને તે સામગ્રી સમર્થ બનતી નથી. સાત માળની હવેલી કરાવી હોય, લાખોની કિંમતના હીરાના હાર કરાવ્યા હોય,
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy