SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧ જ્ઞાનસાર यद् गुणरोधः, तत्तस्यावरणम् । एवम्भूततः स्वकर्तृता-ग्राहकता-वेत्तृता-व्यापकताकर्मकार्यकरणप्रवृत्ता इति । सिद्धसेनास्तु "कर्मकर्तृता ग्राहकता शब्दनये, वेदकता व्यापकता समभिरूढनये, गुणावरणत्वमेवम्भूतनये" इत्यादि भावना कार्या । तत्र विपाकप्राप्ते कर्मणि शुभाशुभोदये माध्यस्थ्यं करणीयं, तदर्थमुपदेशः । (૧) નગમનય :- મિથ્યાત્વ અને કષાયાદિ જે જે કર્મબંધના હેતુઓ છે તે હેતુઓને ઉત્પન્ન કરનારા એવા અન્ય દર્શનીઓના પરિચય અને અન્ય દર્શનીઓની પ્રશંસા આદિને નૈગમનય કર્મ કહે છે. કર્મબંધના કારણોમાં પણ જે કારણ અર્થાત્ પરંપરાકારણને આ નય કર્મ માને છે. કારણ કે આ નય ઉપચારગ્રાહી છે. તેથી કારણના કારણમાં કાર્યનો ઉપચાર કરે છે. જેમકે તાડૂનાગૂ વતિ પર્વચઃ | (૨) સંગ્રહનય :- કર્મનો બંધ કરે એવા પ્રકારની યોગ્યતાથી વિશિષ્ટ એવો જીવ અને કર્મરૂપે પરિણામ પામવાની યોગ્યતાવાળાં કામણવર્ગણાનાં જે પુદગલો તે સંગ્રહનયથી કર્મ કહેવાય છે. કારણ કે જીવમાં કર્મબંધ કરવાની જે યોગ્યતા આવી છે અને પુદગલમાં કર્મરૂપે પરિણામ પામવાની જે યોગ્યતા પાકી તે કર્મનો અંશ આવ્યો તેથી સંગ્રહનય, કારણ કે તે નય સદંશગ્રાહી છે. વ્યવહારનય :- આત્મામાં કર્મ બંધાતું હોય ત્યારે ગ્રહણ કરાતાં કામણવર્ગણાનાં પુદ્ગલોનો સમૂહ કે જે હાલ કર્મસ્વરૂપે બની રહેલ છે તે પુદ્ગલો અથવા તેના કારણભૂત પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકો વ્યવહારનયથી કર્મ કહેવાય છે. કારણ કે આ નય લોકભોગ્ય લિંગોથી વસ્તુસ્થિતિ માનનાર છે. ૧૮ પાપસ્થાનકોનું સેવન લોકભોગ્ય લિંગ છે. તેનાથી કર્મ બંધાય છે એમ શાસ્ત્રોથી જણાય છે તેથી બંધાતા કર્મને અને લિંગભૂત પાપસ્થાનકને આ નય કર્મ માને છે. :- આત્મામાં પ્રતિસમયે જે કર્મ બંધાય છે તેમાં કારણરૂપે પરિણામ પામેલા મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિ સ્વરૂપ આત્માના અધ્યવસાય સ્થાનો, અથવા સત્તામાં રહેલાં કર્મપુદ્ગલો, ઋજુસૂત્રનયથી કર્મ કહેવાય છે. કારણ કે આ નય વર્તમાનકાલગ્રાહી અને સ્વકીય ભાવને માનનાર છે. તેથી આત્માના મિથ્યાત્વાદિ જે પરિણામો છે તે સ્વકીય હોવાથી વાસ્તવિકપણે તો તે જ કર્મ છે અને વર્તમાન કાલગ્રાહી હોવાથી બંધાતાં, બંધાયેલાં, ઉદયમાં આવેલાં અને સત્તામાં રહેલાં કર્મોની જ વિદ્યમાનતા હોવાથી કર્મ કહેવાય, પરંતુ ઉદયમાં આવી ચૂકેલાં, ભોગવાઈ ચૂક્યાં કે નિર્જરા પામેલાં કર્મોની વર્તમાનકાળે સ્થિતિ ન હોવાથી આ નય તેને કર્મ તરીકે સ્વીકારતો નથી. જસત્રની
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy