SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧ ૫૯૯ ફળ જ છે. આમ માનીએ તો શું દોષ ? તો આ શંકા વ્યાજબી નથી. કારણ કે માનો કે દાનાદિ અને હિંસાદિ ક્રિયા એ ક્રિયા છે અને તેનું ફળ મનની પ્રસન્નતા અને મનની અપ્રસન્નતા છે તો તે મનની પ્રસન્નતા અને મનની અપ્રસન્નતા એ પણ ક્રિયાવિશેષ જ હોવાથી તેના ફળ રૂપે પણ પુણ્ય-પાપ નામનાં કર્મ માનવાં જોઈએ. તે બંધાયેલા કર્મના પરિણામરૂપે એટલે કર્મના ઉદયરૂપે વારંવાર સુખ-દુઃખ રૂપ ફળનો અનુભવ થાય છે. આ રીતે દાનાદિ ક્રિયા અને હિંસાદિ ક્રિયા મનની પ્રસન્નતા અને અપ્રસન્નતાનું કારણ છે અને તે પ્રસન્નતા તથા અપ્રસન્નતા એ કર્મબંધનું કારણ છે. અને તે કર્મ સુખદુ:ખની પ્રાપ્તિનું તથા અનુભવનું કારણ છે. આ પ્રમાણે જગતની વ્યવસ્થા છે. છતાં કર્મના અસ્તિત્વ વિષે વધારે જાણવું હોય તો શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં બીજા અગ્નિભૂતિ નામના ગણધરની સાથેના વાદસ્થલમાં જોઈ લેવું. तत्र नामस्थापने सुगमे । द्रव्यकर्म कर्मवर्गणागतपुद्गला बध्यमाना बद्धा: सत्तास्थाः, अथवा तद्धेतवोऽपि । भावतः कर्म ज्ञानावरणादिविपाकप्राप्ता गुणरोधादिस्वकार्यरूपाः । “કર્મ” ઉપર ચાર નિક્ષેપા સમજાવે છે. નામ અને સ્થાપના બહુ સુગમ છે. કર્મ એવું કોઈનું નામ કરાય તે નામનિક્ષેપ અને કર્મ એવું લખાય-ચિત્ર દોરાય અથવા પુણ્યપાપના ઉદયવાળા સુખ-દુઃખ અનુભવતા જીવનું જે ચિત્ર દોરાય તે સ્થાપનાનિક્ષેપ. કર્મરૂપે પરિણામ પામવાને યોગ્ય એવી જે વર્ગણા અર્થાત્ કાર્યણ વર્ગણામાં રહેલાં જે પુદ્ગલદ્રવ્યો કે જે પુદ્ગલો બંધાતાં હોય અથવા બંધાઈને સત્તામાં રહેલાં હોય પણ હાલ ઉદયમાં ન આવ્યાં હોય તેવાં બધ્યમાન અને પૂર્વબદ્ધ કર્મને દ્રવ્યકર્મ કહેવાય છે. અથવા જેનાથી કર્મો બંધાય એવા કર્મબંધના હેતુઓ પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને દ્રવ્યકર્મ કહેવાય છે. બાંધેલા જ્ઞાનાવરણીયાદિ કર્મો જ્યારે વિપાકોદયમાં પ્રાપ્ત થયાં હોય અને જ્ઞાનાદિ ગુણોનો રોધ કરવો વગેરે પોતપોતાનાં કાર્યને કરતાં હોય, ફળપ્રાપ્તિ થતી હોય તેવા પ્રકારનાં વિપાકોદયમાં આવેલાં જે કર્મો છે તે ભાવકર્મ કહેવાય છે. હવે કર્મ ઉપર સાત નય સમજાવાય છે. नैगमतः मिथ्यात्वादिबन्धहेतुजनकपाखण्डिपरिचयप्रशंसादयः । सङ्ग्रहतः तद्योग्यताविशिष्टौ जीवपुद्गलौ । व्यवहारतः गृह्यमाणवर्गणासमूहः प्राणातिपातादयश्च । ऋजुसूत्रतः बन्धहेतुपरिणता हेतुपरिणामाः सत्तास्थाः कर्मदलिका वा । शब्दतः चलोदीरणादिपूर्वकाः विपाकगतदलिकाः । समभिरूढतः ज्ञानाद्यनन्तगुणानां मध्ये
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy