SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર પ્રવૃત્તિ વિનાનો છે તેથી જ જેમાં અનંતગુણો હોવા છતાં પણ કાર્ય ન કરતા હોવાથી, નથી વિવક્ષા કરાઈ આવા પ્રકારની ભાવસ્વભાવની જેની એવો જે નિગોદાદિમાં રહેલો સંસારી આત્મા તે તદુવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય કહેવાય છે. શ્રી વાદિવેતાલ એવા શાન્તિચંદ્રસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનના ૩૬માં અધ્યયનની ટીકામાં કહ્યું છે કે - તે તે ગુણો અને પર્યાયોથી વ્યતિરિક્ત એવો જે જીવ તે તદુવ્યતિરિક્ત દ્રવ્યજીવ કહેવાય છે. આવા પ્રકારની અહીં નીતિ-રીતિ છે. અહીં જે તુ શબ્દ (ઉત્તરાધ્યયનની મૂલગાથામાં) લખવામાં આવ્યો છે. તે વિશેષતાનો સૂચક છે, તે વિશેષતા આ પ્રમાણે છે કે - કોઈપણ દ્રવ્ય ક્યારે પણ પોતપોતાના તે તે ગુણ-પર્યાયોથી રહિત હોતું જ નથી. તો પણ તે તે ગુણ-પર્યાયોથી રહિતપણે જ્યારે દ્રવ્યમાત્રની વિચારણા કરાય છે ત્યારે દ્રવ્યની જ પ્રધાનતા હોવાથી તેને દ્રવ્યજીવ કહેવાય છે. જેમકે અમદાવાદમાં પચાસ લાખ મનુષ્યો હાલ વસે છે. અહીં મનુષ્યમાત્રની જ ગણતરી કરી, કોઈ ઉચ્ચ જાતિના અને કોઈ નીચ જાતિના છે, કોઈ બાલ-યુવાન આદિ પર્યાયવાળા છે, કોઈ ઓછું-વધારે જ્ઞાન ધરાવે છે, કોઈ શારીરિક કાળા-ગોરા આદિ ભિન્ન ભિન્ન ગુણો ધરાવે છે. પરંતુ તે તે ગુણો અને પર્યાયોની વિવક્ષા ન કરતાં “જીવો આટલા છે” આવી જે વિવક્ષા કરાય છે તેને તદુવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યપૂર્ણ સમજાવીને હવે ભાવપૂર્ણ સમજાવે છે. भावपूर्णः आगमतः पूर्णपदार्थज्ञः समस्तोपयोगी । नोआगमतः ज्ञानादिगुणपूर्णाः, सङ्ग्रहेण सर्वे जीवाः, नैगमेनासन्नसिद्धिमन्तो भव्याः पूर्णानन्दाभिलाषिणः, व्यवहारतः अभ्यासवन्तः, ऋजुसूत्रेण तद्विकल्पवन्तः, शब्दनयेन सम्यग्दर्शनादिसाधकगुणानन्दपूर्णाः, समभिरूढेन अर्हदाचार्योपाध्यायसाधवः स्वस्वभावसुखास्वादनेन भवोद्विग्नत्वात्, एवम्भूततः सिद्धाः अनन्तगुणानन्दाव्याबाधानन्दपूर्णत्वात् । ભાવપૂર્ણના બે ભેદ છે – આગમથી અને નોઆગમથી. જે આત્મા પૂર્ણપદના અર્થના જાણકાર છે અને સમસ્તપણે તેમાં ઉપયોગવાળા છે, પ્રરૂપણા કરતાં તેના યથાર્થ ઉપયોગવાળા છે. તે આગમથી ભાવપૂર્ણ કહેવાય છે. હવે નોઆગમથી ભાવપૂર્ણ જ્ઞાનાદિ આત્મગુણો વડે જે પરિપૂર્ણ છે તે કહેવાય છે. તેને બરાબર સમજવા માટે સાત નયોથી વિચારવામાં આવે છે - (૧) નગમનયથી - દેશોનાધપુગલપરાવર્તન જેટલા નિકટના કાલમાં જ સિદ્ધિ પામવાવાળા પૂર્ણાનન્દસ્વરૂપની પ્રાપ્તિના અભિલાષી એવા ભવ્યજીવો, કારણ કે નૈગમનય
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy