SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮ ૫૩૧ છે. આવી જ્ઞાનદશા મેળવવી તે સાધક અવસ્થા છે. સાધકે આવા ભાવમાં આરૂઢ થવું જોઈએ. ભગવતી સૂત્ર શતક ૧, ઉદેશ ત્રીજાના ૭૬ મા સૂત્રમાં કહ્યું છે કે “આ આત્મા એ જ સામાયિક છે. આ આત્મા એ જ સામાયિકનો અર્થ છે.” આત્મા એ જ સમભાવાત્મક છે. પરદ્રવ્યના યોગથી જ જે વિભાવદશા પ્રગટી છે તે આત્માનું સ્વરૂપ નથી, તેને દૂરથી જ ત્યજી દેવી જોઈએ.” આવા પ્રકારનાં અરિહંત પરમાત્માનાં વાક્યોને અનુસરવાવાળા થવું. સ્વચ્છંદમતિવાળા ન થવું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં કહ્યું છે કે – अमूर्तस्य चिदानन्द-रूपस्य परमात्मनः । निरञ्जनस्य सिद्धस्य, ध्यानं स्याद् रूपवर्जितम् ॥१॥ इत्यजत्रं स्मरन् योगी, तत्स्वरूपावलम्बनः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहकवर्जितम् ॥२॥ अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा । ध्यातृध्यानोभयाभावे, ध्येयेनैकं यथा व्रजेत् ॥३॥ सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् । आत्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि ॥४॥ अलक्ष्यं लक्ष्यसम्बन्धात्, स्थूलात्सूक्ष्मं विचिन्तयेत् । सालम्बाच्च निरालम्बं, विशुद्धं तत्त्वमञ्जसा ॥५॥ (યોગશાસ્ત્ર, પ્રાશ ૨૦, સ્નોવા -૧) इत्यात्मस्वरूपध्यानी सर्वं परमनात्मत्वेन जानाति, स आत्मविद् प्रशंसां न करोति, તવાદ - અમૂર્ત, જ્ઞાનના આનંદસ્વરૂપ અને નિરંજન એવા સિદ્ધ પરમાત્મા સંબંધી ધ્યાન રૂપવર્જિત એટલે કે રૂપાતીત એવું ધ્યાન હોય છે. આ સ્વરૂપ ઈન્દ્રિયોથી ગમ્ય નથી. IIના સિદ્ધપરમાત્માના સ્વરૂપનું અવલંબન લેનારા આ યોગી પુરુષ નિરંતર રૂપાતીત એવું આત્મસ્વરૂપનું સ્મરણ કરતા હતા તન્મયતાને પામે છે. ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત એટલે કે કોણ ધ્યાતા? અને શું ધ્યેય? એમ ધ્યેય અને ધ્યાતાભાવથી રહિત એવી તન્મયતાએકાકારતા તે મુનિ પામે છે. રા.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy