SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ અનાત્મશંસાષ્ટક- ૧૮ જ્ઞાનસાર (૬) સમભિરૂઢનય :- રૂપાતીત એવી આત્માવસ્થા, શુક્લધ્યાન અને શૈલેશીકરણ આદિ સાધનાનાં સર્વોત્તમ શિખરોમાં પણ “પરપણાની જે બુદ્ધિ” તે સમભિરૂઢનયથી અનાત્મશંસન, કર્મોની સાથે આત્મા લપેટાયેલો છે, મલિન થયેલો છે. તેથી તેને સાધનાનાં શિખરોની આવશ્યકતા રહે છે, પરંતુ તે સાધનામય સ્વરૂપ આત્માનું પોતાનું વાસ્તવિક નથી. મલિનતા ટાળવા પૂરતું જ છે. મૂલસ્વરૂપે તો આત્મા મલીન જ નથી તેથી તેને સાધનાનાં શિખરોની જરૂર જ રહેતી નથી તેથી તે સાધનાનાં અંગો પણ પર છે તે સાધનાના અંગોમાં પરત્વની બુદ્ધિ તે સમભિરૂઢનય. (૭) એવંભૂતનય :- પારિણામિકભાવે અર્થાત્ સહજ સ્વરૂપે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક જે અનંતજ્ઞાન અને અનંતદર્શનાદિ ક્ષાયિકભાવના ગુણો છે. તેનાથી અન્ય સર્વે પણ ભાવો પર છે તમારા નથી) આવી વિચારણા તે એવંભૂતનયથી અનાત્મશંસન સમજવું. તેરમા ગુણસ્થાનકે દેશના આપવાપણું કે વિહારાદિ કરવાપણું કે યોગનિરોધનો પ્રયત્ન વગેરે જે છે તે પણ અઘાતી કર્મોનો ઔદયિકભાવ છે. મારું સ્વરૂપ નથી. ચૌદમા ગુણઠાણે અઘાતીના ઉદયજન્ય સાતા-અસાતા આદિ પણ મારું સ્વરૂપ નથી આ એવભૂતનય. આવા પ્રકારનું આ અનાત્મશંસન (અન્ય દ્રવ્યો મારાં નથી અને હું તેનો નથી આવો દઢ સંકલ્પ) સમ્યગ્દર્શની એવા ચોથા, પાંચમા ગુણઠાણાવાળા આત્માઓને વીતરાગ પરમાત્માની વાણી સતત સાંભળવાથી, શ્રદ્ધા પ્રગટ થવા દ્વારા મનમાં સર્વત્ર “પરપણાનો” પરિણામ જન્મે છે. ૬ થી ૧૨ ગુણઠાણાવાળા મુનિમહાત્માઓને પરદ્રવ્યનો ત્યાગ કરવાથી (નવવિધપરિગ્રહાદિના પચ્ચકખાણ કરવાથી) મનમાં અને વર્તનમાં પરપણાનો પરિણામ થાય છે. તેરમા ચૌદમા ગુણઠાણાવાળા કેવલજ્ઞાની એવા આત્માઓને પોતાનો આત્મા પરદ્રવ્યો થકી ભિન્ન ભાવે પરિણામ પામેલ હોવાથી પરત્વ આવે છે અને સિદ્ધ પરમાત્માને અઘાતી કર્મોનો પણ ક્ષય થયેલ હોવાથી તજન્ય પદ્રવ્યના સંયોગનો કે તેની સાથેના તાદાભ્યનો અભાવ થવાથી પરત્વ પ્રગટ થાય છે. આ પ્રમાણે પરપદાર્થોનું વિરમણ કરવાની, તેનાથી આત્માને દૂર રાખવાની પરમશ્રદ્ધાપૂર્વક આ પરત્વબુદ્ધિ મનમાં સ્થાપન કરવા જેવી છે. તેને જ જીવનમાં લાવવા જેવી છે. પરદ્રવ્યોથી ભિન્ન થવું તે જ મુક્તિ છે. કારણ કે જેમ પરની સ્ત્રી, પરનું ઘર અને પારકાનું ધન વગેરેનો ઉપયોગ કરવો તે ઉચિત નથી, દોષ છે. સંસારમાં પણ દંડાવાનું જ આવે છે તેમ આ ચેતનદ્રવ્યને પરભાવનું કર્તુત્વ, પરભાવનું ભોફ્તત્વ, પરદ્રવ્યનું આશ્રયત્ન (આધારત્વ) કે પરદ્રવ્યોની સાથે સંયોગિત્વ એ જીવનું કર્તવ્ય નથી. વ્યભિચારની જેમ દોષરૂપ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy