SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬ ૫૦૩ ભાવનાં કારણોનો ગણ જે છે તેના પરિણામનો વિભાગ કરે છે. બન્નેને છુટા પાડીને ગ્રહણમોચન કરે છે. (૬) અશુદ્ધનિમિત્તોનો ત્યાગ કરે છે. અને શુદ્ધ નિમિત્તોનો સ્વીકાર કરે છે. (૭) આત્મતત્ત્વના સ્વરૂપને વિષે થતા પ્રશ્નો તથા તેના ઉત્તરો વિચારે છે. (૮) કોઈપણ વિષય ઉપર નયોના અનુયોગનું મુંજન કરે છે. (૯) અવસરે અવસરે ધ્યાનાદિ ઉપાદેયતત્ત્વોમાં તન્મય થાય છે. આવા આવા પ્રકારના ઉપાદેય ભાવોમાં મધ્યસ્થ નિગ્રંથ મુનિઓ જોડાય છે. આમ સ્વરૂપ-ચિંતનમાં લયલીન બનવાનું કારણ એ છે કે અનાદિકાલથી વિભાવદશાને જ અનુસરનારી ચેતના અને વિભાવદશાને જ અનુસરનારી વીર્યની પ્રવૃત્તિ, આ બન્ને વડે પરદ્રવ્યના સ્વરૂપને ઉપાદેયપણે જ આ જીવે ગ્રહણ કરેલું છે. પરના સ્વરૂપને જ પોતાનું માની લીધું છે. નિરંતર આ જીવ તેમાં જ લીન બનેલો છે. તેના કારણે પારકાના દોષો અને ગુણો જોવાની જ ટેવ પડેલી છે. તેના દ્વારા રાગ-દ્વેષ થવાથી અશુદ્ધ ચિંતન-મનનના વિચારો થયા જ કરે છે તે રોકવા માટે આત્માર્થી જીવોએ પોતાનું મન સ્યાદ્વાદની વિચારણામાં, પંચાસ્તિકાય-દ્રવ્યોના અનંત સ્વરૂપની વિચારણા કરવામાં તથા અજીવનું તમામ સ્વરૂપ હેય છે અને જીવનું શુદ્ધ ગુણાત્મક સ્વરૂપ ઉપાદેય છે. આવું જ્ઞાન આત્માથી જીવે અવશ્ય મેળવવું જોઈએ. તે માટે મધ્યસ્થ હૃદયી બનીને આત્મહત્ત્વના સ્વરૂપસંબંધી ચિંતન-મનનમાં એકમેક બનવું જોઈએ. विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥६॥ ગાથાર્થ - જેમ જુદા જુદા સ્થાનેથી વહેતી નદીઓના માર્ગો એક જ સમુદ્રમાં મળે છે તેવી જ રીતે મધ્યસ્થ દૃષ્ટિવાળા મહાત્મા પુરુષોના ભિન્ન ભિન્ન એવા પણ માર્ગો અક્ષય એવા એક પરમ બ્રહ્મને (શુદ્ધ-આત્મસ્વરૂપને) પ્રાપ્ત કરે છે. all વિવેચન :- “વિમની મપિ ત” વિમિની: મને એમની મપ પ્રસ્થાનઃ पञ्चध्यानमार्गसाधनपद्धतयः साधनोपायाः अनेके द्रव्याचरणतः शुक्लध्यानं यावत् सम्यग्दृष्टि-अपुनर्बन्धकादयः, जिनकल्पाः स्थविरकल्पादयः मध्यस्थानां -मध्यस्थभाववर्तिनामेकमक्षयं परं ब्रह्म प्राप्नुवन्ति । इत्यनेन सर्वे साधनोपायाः एकं शुद्धं आत्मस्वरूपं समवतरन्ति । सर्वेषां मोक्षसाधकानां साध्यैकत्वात् । कमिव ? समुद्रं सरितामिव, यथा नद्यः समुद्रं गच्छन्ति, एवं तत्त्वैकत्वपरिणामानां सर्वं साधनं शुद्धात्मभावे अवतरन्ति । अतः रागद्वेषाभावो हितम् ॥६॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy