SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ માધ્યચ્યાષ્ટક - ૧૬ જ્ઞાનસાર જ્યાં સુધી પરભાવદશામાં મન જતું હોય ત્યાં સુધી તેના નિવારણ અર્થે સ્વભાવદશાનું ચિંતન-મનન અત્યન્ત જરૂરી છે. પ્રશ્ન - કયા પુરુષે આત્મચિંતન-મનન કરવું જોઈએ? ઉત્તર :- જે જે આત્મા મુમુક્ષુ હોય, સ્વરૂપ-પ્રાપ્તિના અભિલાષી હોય, આત્મહિતચિંતક હોય તે તે સર્વે આત્માએ આત્મચિંતન-મનન કરવું આવશ્યક છે. તો પણ જે આત્મા મધ્યસ્થ હૃદયવાળા છે. સમતાભાવના આસ્વાદમાં રસિક છે. સર્વ પ્રકારના નયોની વાતોમાં મધ્યસ્થ રહે છે. કોઈ પણ બાબતમાં આકર્ષાતા નથી કે ખીજાતા નથી તથા સુખીદુઃખી પરિસ્થિતિમાં સમભાવ દશાવાળા અને ગંભીર છે તેવા મહાત્મા પુરુષોએ તો અવશ્ય આત્મતત્ત્વનું ચિંતન-મનન કરવું જોઈએ. આમ ગ્રન્થકારશ્રી સમજાવે છે તેનાથી એમ કહેવા માગે છે કે - (૧) આત્માનું જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણમય જે સ્વરૂપ, (૨) આત્માનું જે અમૂર્ત (વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત) સ્વરૂપ, (૩) આત્માનું જે અગુરુલઘુ સ્વરૂપ, (૪) પ્રતિસમયે આત્માનું આત્મગુણોમાં પદ્ગણ હાનિ-વૃદ્ધિસ્વરૂપે જે પરિણમન થાય છે તે સ્વરૂપ તથા (૫) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મવાળું ત્રિપદીના લક્ષણવાળું જે સ્વરૂપ ઈત્યાદિ ચિંતન-મનન કરવા યોગ્ય સ્વરૂપમાં જ પ્રવૃત્તિવાળા બનવું જોઈએ. ઉપર કહેલા ગુણો સિવાયના બીજા પણ જે જે ગુણો આત્માના હોય તેના સહકારવાળી પ્રવૃત્તિયુક્ત સ્વરૂપનું પણ ચિંતન-મનન વગેરે કાર્ય પણ મધ્યસ્થ આત્માએ કરવું જોઈએ. આ આત્માનું મન ઉપરોક્ત વિષયોના ચિંતન-મનનમાં જેમ જેમ વધારે લીન બને છે. તેમ તેમ મનને સાંસારિક ગુણ-દોષોના ચિંતન-મનનનો અવકાશ જ રહેતો નથી. સ્વભાવદશામાં જેટલી તન્મયતા તેટલી વિભાવદશાથી વિરક્તતા આપોઆપ પ્રગટે છે. આ કારણથી જ નિર્ચન્દમુનિઓ (૧) અનિત્ય, અશરણ ઈત્યાદિ બાર ભાવનાઓ ચિંતવે છે. બાર ભાવનાઓની વિચારણા કરે છે. તથા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના ભાવે છે. (૨) દ્રવ્યાનુયોગના ગ્રન્થોનો અભ્યાસ કરે છે. (૩) પરસ્પર સ્વભાવપરિણામ અને વિભાવ-પરિણામનો ઉપાદેય અને હેયભાવે આશ્રય કરે છે. સ્વભાવપરિણામોને સ્વીકારે છે અને વિભાવ-પરિણામોને ત્યજે છે. (૪) આવરણવાળું અને આવરણ વિનાનું આત્માનું સ્વરૂપ કેવું છે અને કેટલું છે તેનું અવલોકન કરે છે. ક્ષાયોપથમિક ભાવમાં કેટલુંક સ્વરૂપ સાવરણ હોય છે અને કેટલુંક સ્વરૂપ નિરાવરણ હોય છે. માટે ઉદય વધારે છે કે ક્ષયોપશમ વધારે છે? તે ચિંતવે છે. (૫) શુદ્ધભાવના કારણોનો ગણ અને અશુદ્ધ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy