SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬ ४८७ ભિન્ન અધ્યવસાય, વિચારધારા તે નૈગમનય કહેવાય છે. તે નિગમનય સામાન્ય અને વિશેષ એમ બન્નેના આલંબનવાળો છે એ જ જણાવે છે - - જ્યારે ઘટનું સ્વરૂપ સમજાવવા “આ ઘટ છે” આમ કહેવાય છે ત્યારે સામાન્યથી સર્વ ઘટવ્યક્તિમાં રહેલું, ઘટ શબ્દના ઉચ્ચારણનું અને ઘટસંબંધી જ્ઞાનનું નિમિત્ત જે ચેષ્ટાવાળાપણું અથવા નીચેથી પહોળા-પહોળાપણું અને ઉદરભાગથી ઉપર સાંકડાસાંકડાપણું તથા ઉપર કાંઠલાનું હોવું ઈત્યાદિ નિમિત્તનો આશ્રય કરીને જ સામાન્યથી ઘટશબ્દ વપરાય છે. આ કારણથી આ કાલે આ નય સામાન્યગ્રાહી નૈગમનય કહેવાય છે. પરંતુ જ્યારે આ સુવર્ણનો ઘટ છે અથવા માટીનો ઘટ છે, રૂપાનો ઘટ છે, તે શ્વેત છે, રક્ત છે, શ્યામ છે ઈત્યાદિ રૂપે ઘટના વિશેષ-વિશેષ સ્વરૂપનો નિર્દેશ કરે છે ત્યારે તે નૈગમનય દેશગ્રાહી-નૈગમનય કહેવાય છે. આ પ્રમાણે નૈગમનય બે ભેદથી સમજાવ્યો. હવે સંગ્રહનય સમજાવે છે. __साम्प्रतं सङ्ग्रहस्य अवयवार्थमाह - (अर्थानां सर्वैकदेशग्रहणं सङ्ग्रहः, तत्त्वार्थ, भाष्य ११३५) अर्थानां सामान्यविशेषात्मकयोरेकीभावेन ग्रहणमाश्रयणमेवंविधोऽध्यवसायः सङ्ग्रहो भण्यते । एकीभावेन ग्रहणमेव द्रष्टव्यम् यौ हि सामान्यविशेषौ नैगमाभिमतौ, तौ संपिण्ड्य सङ्ग्रहनयः सामान्यमेव केवलं स्थापयति सत्तास्वभावम्, यतः सत्तातो न व्यतिरिच्यते विशेषः । હવે સંગ્રહનયનો અવયવભૂત અર્થ વ્યુત્પત્તિસિદ્ધ અર્થ) સમજાવે છે. (સર્વે પણ પદાર્થોમાં સર્વને એક અંશરૂપે (અભેદરૂપે) જે ગ્રહણ કરવું તે સંગ્રહનય કહેવાય છે.) સર્વે પણ પદાર્થો સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. તે બન્ને સ્વરૂપોને એકીભાવરૂપે કરીને ગ્રહણ કરવું, આશ્રય કરવું, આવા પ્રકારનો જે અધ્યવસાય (વિચારધારા) તે આ સંગ્રહનય કહેવાય છે. અર્થાત્ પદાર્થોને સામાન્ય રૂપે જે ગ્રહણ કરવાં તે સંગ્રહનય જાણવો. આ નયની દૃષ્ટિ પદાર્થોના એકીકરણ તરફ પ્રધાનપણે હોય છે. નૈગમનયે જે સામાન્ય અને વિશેષ માનેલા, તે બન્નેને સંપિષ્ઠિત કરીને અર્થાત્ એકમેક ભાવે કરીને આ સંગ્રહનય કેવલ સત્તા સામાન્યરૂપ સામાન્યને જ સ્વીકારે છે. વિશેષને સ્વીકારતો નથી. કારણ કે સત્તા સામાન્યથી વિશેષ કોઈ અતિરિક્ત પદાર્થ નથી. જે કોઈ વિશેષો દેખાય છે તે સર્વે પણ સત્તા સામાન્યથી યુક્ત જ છે. તેથી સત્તા સામાન્ય એ જ તત્ત્વ છે. તેનાથી ભિન્ન વિશેષો જેવું કોઈ તત્ત્વ જ નથી. ઉતિ એવા સામાન્યથી પ્લક્ષ આમ્ર વગેરે વિશેષો ભિન્ન નથી. व्यवहारलक्षणाभिधित्सयाह-लौकिकाः विशेषाः तैरेव घटादिभिः व्यवहरन्ति,
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy