SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ માધ્યસ્થાષ્ટક- ૧૬ જ્ઞાનસાર ચાલતો વ્યવસ્થિત જે વ્યવહાર છે તેનો લોપ થઈ જવાનો પ્રસંગ આવે, તેથી જ્યાં તે તે શબ્દવાચ્ય ક્રિયા નથી ત્યાં ત્યાં તે આ વિવક્ષિત પદાર્થ નથી. એટલે ચેષ્ટા ન કરતો ઘટ એ ઘટ નથી. કારણ કે ઘટ શબ્દના પ્રયોગમાં નિમિત્તભૂત જે ચેષ્ટા છે તે ત્યાં નથી. આમ સર્વત્ર ક્રિયાશૂન્ય શબ્દપ્રયોગ કરવા તે અવસ્તુ છે. पुन: नयस्यावयवविभागेन व्याख्यानमाह-निश्चयेन गम्यन्ते - उच्चार्यन्ते - प्रयुज्यन्ते येषु शब्दाः ते निगमाः-जनपदाः, तेषु-निगमेषु जनपदेषु ये अक्षरात्मकानां ध्वनीनां सामान्यनिर्देशाः अभिहिताः उच्चारिताः शब्दाः घटादयः, तेषामर्थो जलधारणाहरणादिसमर्थः शब्दार्थपरिज्ञानं चेति शब्दस्य घटादिरर्थोऽभिधेयः, तस्य परिज्ञानमवबोधः "घट" इत्यनेनायमर्थ उच्यते, अस्य चार्थस्य अयं वाचकः । यदेवंविधमध्यवसायान्तरं स नैगमः, स सामान्यविशेषालम्बीत्येतद् दर्शयतिदेशसमग्रग्राही । यदा हि स्वरूपतो घटोऽयमिति निरूपयति, तदा सामान्यघट सर्वसामान्यव्यक्त्याश्रितं घटाभिधानप्रत्ययहेतुमाश्रयत्यतः समग्रग्राहीति । तथा विशेषत: सौवर्णो मृन्मयो राजतः श्वेत इत्यादिकं विशेषं निरूपयति, ततो देशग्राहीति भण्यते नैगमनयः । હવે આ જ સાત નયોના પેટાભેદના વિભાગપૂર્વક એટલે કે ભેદ-ઉત્તરભેદ સમજાવવાપૂર્વક તથા નૈગમ, સંગ્રહ આ શબ્દો કેવી રીતે બન્યા છે ? કઈ કઈ પ્રકૃતિ અને પ્રત્યયથી બન્યા છે તેનું વ્યાખ્યાન કરતાં કહે છે કે - નૈગમનયમાં વપરાતો નૈગમશબ્દ નિગમશબ્દ ઉપરથી બન્યો છે. નિગમ એટલે જનપદ અર્થાત્ દેશ, તે તે શબ્દો નિશ્ચયપૂર્વક જણાય છે, ઉચ્ચારણ કરાય છે, પ્રયોગ કરાય છે - જે જે દેશોમાં, તે દેશો નિમ કહેવાય છે. તે નિગમોમાં એટલે કે દેશોમાં બોલાતા અક્ષરાત્મક તે તે ધ્વનિના સામાન્ય નિર્દેશપૂર્વક કહેલા એટલે કે ઉચ્ચારણ કરાયેલા ઘટ-પટ ઈત્યાદિ જે શબ્દો છે તથા તેઓનો જે નિયત અર્થ છે, જેમકે જલાદિને ધારણ કરવું, લાવવું, લઈ જવું આવી ક્રિયા કરવામાં સમર્થ તે ઘટ શબ્દનો અર્થ. શરીરાદિનું આચ્છાદન કરવું તે પટ શબ્દનો અર્થ. આ રીતે ઘટશબ્દ તથા તેના અર્થનું જ્ઞાન કરીને ઘટ શબ્દથી ઘટ નામનો પદાર્થ કહેવા લાયક છે, જાણવા યોગ્ય છે. તેવા પ્રકારનો જે અવબોધ કરવો, “જેમકે “ઘટ” આવા પ્રકારના શબ્દ વડે આવા પ્રકારનો પદાર્થ સમજવાનો છે અને આવા પ્રકારના પદાર્થ માટે આવો ઘટ શબ્દ વાપરવાનો છે.” આવા પ્રકારની સમજણવાળો માનસિક જે જે ભિન્ન
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy