SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ વિદ્યાષ્ટક - ૧૪ જ્ઞાનસાર કુઝાવચનિક દ્રવ્યવિદ્યા અને છબસ્થ એવા ઋષિમુનિઓએ જ બનાવેલાં હોય, પરંતુ વીતરાગપરમાત્માની (તીર્થકર પ્રભુની) વાણીને અનુસરીને જે શાસ્ત્રો બનાવ્યાં હોય જેમકે આવશ્યકસૂત્ર અને આચારાંગ આદિ દ્વાદશાંગી વગેરે તે સુપાવચનિક દ્રવ્યવિદ્યા. તે પણ જ્ઞશરીર, ભવ્યશરીર તથા તે તે શાસ્ત્રોના અભ્યાસવાળા હોય પણ તેમાં ઉપયોગ શૂન્ય હોય તે તદ્ગતિરિક્ત એમ ત્રણ ભેદથી દ્રવ્યવિદ્યા પૂર્વની જેમ જાણવી. અથવા આચારાંગાદિ શાસ્ત્રો ભણ્યા હોય પરંતુ તેમાં ઉપયોગ ન હોય તેવા જીવની તથા હેયતત્ત્વ અને ઉપાદેયતત્ત્વના વિવેકથી વિકલ જીવની તથા શાસ્ત્રોનું વાચના-પૃચ્છનાપરિવર્તન અને ધર્મકથા રૂપ શાસ્ત્રજ્ઞાન હોય પણ અનુપ્રેક્ષારૂપ ચિંતન-મનન વિનાનું જે જ્ઞાન હોય તેવા જીવની જે ચેતના-વિદ્યા તે સઘળી તવ્યતિરિક્ત દ્રવ્યવિદ્યા જાણવી. સુપાવચનિક વિદ્યા હોવા છતાં ઉપયોગની શૂન્યતા છે તથા અનુપ્રેક્ષા નથી માટે ભાવવિદ્યા કહેવાતી નથી. હવે ભાવવિદ્યા કોને કહેવાય ? તે સમજાવાય છે - લોકોત્તર એવા અરિહંત પરમાત્મા દ્વારા પ્રણીત આગમશાસ્ત્રોના રહસ્યોના અભ્યાસવાળા જીવમાં નિત્ય-અનિત્ય આદિ અનંત જાતના સ્વભાવોથી વાસિત એવા અનંતઅનંત પર્યાયોથી યુક્ત ચેતનાદિ પદાર્થો છે. આવા પ્રકારની જ્ઞાનાત્મક ઉપાદેયબુદ્ધિ તથા વિભાવદશા, મોહદશા, મિથ્યાત્વદશા, કાષાયિકપરિણતિ ઈત્યાદિ અનંત પરભાવદશાનો ત્યાગ જ કરવો જોઈએ એવા જ્ઞાનવાળી જે વિદ્યા તે ભાવવિદ્યા કહેવાય છે. આ ભાવવિદ્યા જ આત્મકલ્યાણને સાધવાનું નિકટતમ પ્રબળ કારણ છે. માટે તે ભાવવિદ્યા જ સમજાવવાનો અહીં અવસર છે. તે હવે સાત નયોથી સમજાવાય છે. तत्र मत्यादिज्ञानक्षयोपशमनिमित्ताः इन्द्रियादयो नैगमेन विद्या, सर्वजीवद्रव्याणि सङ्ग्रहेण, द्रव्यश्रुतं व्यवहारेण, ऋजुसूत्रेण वाचनादि, शब्दनयेन यथार्थोपयोगः, कारणकार्यादिशङ्कररूपसविकल्पचेतना समभिरूढेन, निर्विकल्पचेतना क्षायोपशमिकी साधकावस्था एवम्भूतेन, साधका निर्विकल्पतात्त्विकी । तथा केचित् केवलज्ञानरूपसिद्धविद्या इति । आद्यनयचतुष्टयस्य द्रव्यनिक्षेपान्तर्गतत्वेन कारणरूपा गृहीता, अन्त्यनयत्रयाणां भावरूपत्वेन कार्यरूपा उत्तरोत्तरसूक्ष्मा गृहीता, तत्र कारणोद्यमेन कार्यादरवता भवितव्यम् । વિદ્યાતત્ત્વની પ્રાપ્તિમાં જે જે કારણો હોય છે તેને પ્રથમના ચાર નવો સ્વીકારે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy