SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક – ૧૪ ॥ अथ चतुर्दशकं विद्याष्टकम् ॥ ૪૦૫ अथ ईदृग्मुनित्वं यथार्थविद्यातत्त्वोपयोगिबुद्धिमतो भवति, अतो विद्याष्टकमुपदिशति, तत्र नामविद्या इति नाम जीवस्याभिधानं क्रियते सा नामविद्या, अक्षवराटककाष्ठादिषु "विद्या" इति स्थाप्यते सा स्थापनाविद्या, द्रव्यविद्या लौकिका शिल्पादिरूपा, लोकोत्तरा द्विविधा कुप्रावचनिका भारतरामायणोपनिषद्रूपा, लोकोत्तरा सुप्रावचनिका विद्या आवश्यकाचाराङ्गादिलक्षणा, सापि ज्ञशरीरभव्यशरीरस्य तदभ्यासवतोऽनुपयुक्तस्य द्रव्यविद्या, अथवाऽनुपयुक्तस्य हेयोपादेयपरीक्षाविकलस्य वाचनापृच्छनापरिवर्तनाधर्मकथारूपा अनुप्रेक्षाविकला सर्वापि चेतना विज्ञप्तिर्द्रव्यरूपा ज्ञेया । भावविद्या तु लोकोत्तरार्हत्प्रणीतागमरहस्याभ्यासवशतः नित्यानित्याद्यनन्तस्वभावभावितानन्तपयार्योपेतचिद्रूपोपादेयबुद्धिः विभावाद्यनन्तपरभावपरित्याग ज्ञप्तिलक्षणा, भावविद्याभ्यासस्यावसरः । તેરમા અષ્ટકમાં સમજાવેલું આવા પ્રકારનું ઉત્તમ (મૌન) મુનિપણું યથાર્થ એવા વિદ્યાતત્ત્વમાં ઉપયોગપૂર્વકની બુદ્ધિવાળા મહાત્માને આવે છે. તે માટે મૌનાષ્ટક પછી હવે વિદ્યાષ્ટક સમજાવાય છે. વિદ્યા ઉપર ચાર નિક્ષેપા પ્રથમ કહેવાય છે. (૧) નામવિદ્યા = જીવનું “વિદ્યા” આવું જે નામ રાખવામાં આવે જેમકે વિદ્યાબેન, તે નામવિદ્યા કહેવાય છે. (૨) સ્થાપનવિદ્યા = અક્ષમાં (પાશા ઉપર) વરાટકમાં (કોડા ઉપર) અને કાષ્ઠાદિમાં (લાકડું, પત્થર અને વસ્ત્રાદિ ઉપર) “વિદ્યા” આવું લખાણ કરવું. સ્થાપના કરવી તે સ્થાપનાવિદ્યા જાણવી. વિદ્યાવંતની જે સ્થાપના તે પણ સ્થાપનાવિદ્યા સમજવી. (3) द्रव्यविद्या લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારની છે. જે કળાથી (વિદ્યાથી) સંસારનો આર્થિક વ્યવહાર ચાલે તે લૌકિકવિદ્યા. જેમકે શિલ્પકળા, સોનીની કળા, હજામની કળા, દરજીની કળા અને કુંભાર-વણકરની કળા વગેરે તથા લોકોત્તરવિદ્યા બે પ્રકારની છે. એક કુપ્રાવચનિકા અને બીજી સુપ્રાવચનિકા. જે વિદ્યાથી આત્મતત્ત્વની સાધના કરાય તે લોકોત્તરવિદ્યા જાણવી. ત્યાં વીતરાગપરમાત્માના જ્ઞાનનું અનુસરણ કર્યા વિના છદ્મસ્થ એવા ઋષિમુનિઓએ બનાવેલાં જે શાસ્ત્રો જેમકે મહાભારત, રામાયણ અને ઉપનિષદ્ વગેરે તે =
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy