SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ મૌનાષ્ટક - ૧૩ જ્ઞાનસાર लोकं जीवाजीवलक्षणम्, मन्यते - जानाति तत्त्वं यथार्थोपयोगेन द्रव्यास्तिकपर्यायास्तिक-स्वभाव-गुण- पर्यायैः निमित्तोपादानकारणकार्यभावोत्सर्गापवादपद्धत्या जानाति स मुनि: अवगृहीततत्त्वः परिकीर्तितः कथितः श्रीतीर्थङ्करगणधरैः । मुनेःनिर्ग्रन्थस्य इदं मौनम्, एवेति निर्द्धारणे तत्सम्यक्त्वं, यत् यथा ज्ञातं तथा कृतमिति तत् सम्यक्त्वमेव, मुनित्वं सम्यक्त्वं, वा पुनः सम्यक्त्वमेव मौनं निर्ग्रन्थत्वम् । વિવેચન :- શમ (ઉપશમભાવ), સંવેગ (મોક્ષાભિલાષ), નિર્વેદ (ભવોàગ), અનુકંપા (દ્રવ્ય-ભાવથી કરૂણા) અને આસ્તિકતા (વીતરાગ પ્રભુનાં વચનો ઉપરની શ્રદ્ધા) આવાં ઉત્તમ પ્રકારનાં પાંચ લક્ષણોથી યુક્ત એવો જે આત્મા જગતના તત્ત્વને એટલે કે જીવ, અજીવ લક્ષણવાળા સમસ્ત લોકને યથાર્થ ઉપયોગપૂર્વક જાણે છે તથા દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક, નયસાપેક્ષપણે સ્વભાવ-ગુણ અને પર્યાયથી નિમિત્ત-ઉપાદાનપણે કારણ-કાર્યભાવ પૂર્વક ઉત્સર્ગ અને અપવાદપૂર્વક જાણવાની સાચી નીતિ-રીતિ મુજબ જે જાણે છે તે જ સાચા મુનિ કહેવાય છે. સ્યાદ્વાદશૈલીપૂર્વક આ જગતનું જેવું સ્વરૂપ સ્વયં છે તેને તે પ્રકારે જે જાણે છે. મન્યતે માને છે, સમજે છે તે મુનિ કહેવાય છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય આમ ત્રિપદીવાળું વસ્તુસ્વરૂપ છે. દરેક દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી, ગુણથી અને પર્યાયોથી ભરેલાં છે, ઈશ્વર જગત્કર્તા નથી પણ જગતના જ્ઞાતા છે ઈત્યાદિ રીતે જગતને યથાર્થ ઉપયોગપૂર્વક જે જાણે છે તે જ યથાર્થ જ્ઞાની હોવાથી તત્ત્વને યથાર્થ રીતે અવગૃહીત કરતા હોવાથી (નિર્ણયપૂર્વક શ્રદ્ધા કરતા હોવાથી) સાચા મુનિ છે. આમ શ્રી તીર્થંકર અને ગણધર ભગવન્તોએ તેવા પ્રકારના આત્માને મુનિ કહેલા છે. મુનિ એટલે નિગ્રન્થ આત્મા, રાગ અને દ્વેષની ગાંઠ જેણે છેદી નાખી છે એવા તથા પરિગ્રહ (મમતા) વિનાના હોય તેને મુનિ કહેવાય છે. આવા પ્રકારના મુનિનું જે સ્વરૂપ તેને મૌન કહેવાય છે. શ્લોકમાં લખેલો ત્ત્વ શબ્દ નિશ્ચય અર્થમાં છે. તેથી આવા પ્રકારના મુનિપણાના ધર્મને સમ્યક્ત્વ જ કહેવાય છે જે વસ્તુ જેવી (હેય-ઉપાદય-ત્રિપદીમય નિત્યાનિત્યાદિ ધર્મવાળી) છે તે વસ્તુને બરાબર તેવી જ જાણવી, માનવી અને જાણ્યા-માન્યા પછી તેવું જ આચરણ કરવું, આત્મતત્ત્વને અલ્પ પણ નુકશાન કરે એવા અઢાર પાપસ્થાનકોથી દૂર રહેવું અને આત્મતત્ત્વનો ઉપકાર કરે એવા પંચાચારાદિનું પાલન કરવું तत् તે મુનિપણું એ સમ્યક્ત્વમેવ સમ્યક્ત્વ જ છે. આ રીતે યથાર્થ એવું મુનિત્વ સમ્યક્ત્વ = મુનિપણું તે સમ્યક્ત્વ જ છે, સાચી દૃષ્ટિ છે. વા-પુનઃ = અથવા સમ્યક્ત્વમેવ મનં = સમ્યક્ત્વ એ જ મુનિધર્મ છે એટલે કે સમ્યક્ત્વ એ જ યથાર્થ નિગ્રન્થતા છે. = =
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy