SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મૌનાષ્ટક - ૧૩ ૩૭૧ પ્રવૃત્તિમાં એમ સર્વત્ર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ એમ બાર પ્રકારના કષાયના ઉદય વિનાના બનેલા એવા જે મુનિ છે તે ભાવમુનિ જાણવા. આ પ્રમાણે ચાર નિક્ષેપા સમજાવ્યા. હવે સાત નયથી મુનિપણાનો વિચાર કરાય છે. नैगमसङ्ग्रहव्यवहारनयैः द्रव्यक्रियाप्रवृत्तद्रव्याश्रवविरक्तस्य मुनित्वम् । ऋजुसूत्रनयेन भावाभिलाषसङ्कल्पोपगतस्य शब्दसमभिरूद्वैवम्भूतनयैः प्रमत्तात् क्षीणमोहं यावत् परिणतौ सामान्यविशेषचक्रे स्वतत्त्वैकत्वपरमसमतामृतरतस्य मुनित्वम् अत्र सम्यग्ज्ञानदर्शनचारित्रप्राग्भाववतो द्रव्यभावाश्रवविरतस्वरूपरतस्यावसरः નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે નયની અપેક્ષાએ ઉપયોગશૂન્યપણે દ્રવ્યક્રિયામાં પ્રવર્તનારા અને પ્રાણાતિપાતાદિ (હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહ એમ) દ્રવ્યાશ્રવથી વિરામ પામેલા મુનિમાં મુનિપણું માને છે. સ્થૂલદેષ્ટિ હોવાથી બહારથી જે ત્યાગી છે-તેને જ ત્યાગી મુનિ છે એમ માની લે છે. ઋજુસૂત્રનય ભાવસાધુતા પ્રાપ્ત કરવાની તીવ્ર તમન્નાના સંકલ્પવાળા મુનિને મુનિ માને છે. અને શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતનય પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનકથી ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકમાં વર્તનારા તથા સામાન્યપણે પ્રવર્તતી મુનિપણાની પરિણામની ધારા કે વિશેષપણે પ્રવર્તતી પરિણામની ધારા એમ બન્ને પ્રકારની આત્મપરિણતિમાં કેવલ એકલી આત્મતત્ત્વની સાથે જ એકતામાં રમનારા તથા પરમ સમતારસ રૂપી અમૃતના જ રસિક એવા મુનિમાં જ મુનિપણું માને છે. છેલ્લા ત્રણ નયો નિશ્ચયનય હોવાથી સૂક્ષ્મ દૃષ્ટિવાળા છે. માટે પ્રવૃત્તિ કરતાં પરિણતિને વધારે મહત્ત્વ આપે છે. જ્યારે પ્રથમના ત્રણ નવો પ્રવૃત્તિને વધારે મહત્ત્વ આપે છે. આ અષ્ટકમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્રની પ્રગટતાવાળા મુનિને તથા દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ એમ બન્ને પ્રકારના આશ્રવથી વિરામ પામેલા એવા સાચા મુનિપણાના સ્વરૂપમાં લયલીન એવા મુનિને સમજાવવાનો આ અવસર છે. જે હવે પછીના આઠ શ્લોકોમાં સમજાવાય છે. - मन्यते यो जगत्तत्त्वं, स मुनिः परिकीर्तितः । सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव वा ॥१॥ ગાથાર્થ :- જે આત્મા જગતના તત્ત્વને જાણે છે તે મુનિ કહેવાય છે. સમ્યકત્વ એ જ મુનિપણું છે અથવા મુનિપણું એ જ સમ્યકત્વ છે. III ટીકા - “ચંતે તિ" : શમનિર્વેલનુવાસ્તિવયત્નક્ષપત્નશિત:, ના
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy