SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧ નથ પૂર્વ વસ્તુનો નિરૂપતિ - હવે પદાર્થની વાસ્તવિક પૂર્ણતા જણાવે છે - पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ॥२॥ ગાથાર્થ - ઉપાધિભૂત એવા પરદ્રવ્ય થકી જે પૂર્ણતા છે તે માગીને લાવેલાં પરાયાં ધારણ કરેલાં આભૂષણ તુલ્ય છે અને આત્માના સ્વભાવભૂત એવા ગુણોથી જે પૂર્ણતા છે તે જાતિમાન રનની કાન્તિતુલ્ય (સાચી) પૂર્ણતા છે. રા. ટીકા :- “પૂત યા પરોપઃ તિ”—યા પરોપાશે: પુત્રસંયોગतनुधनस्वजनयशःख्यात्यादिरूपायाः या पूर्णता चक्रिशक्रादीनामिव सा याचितकमण्डनं मार्गिताभरणशोभा, तेन इभ्यत्वम् यद् जगज्जीवैरनन्तशो भुक्त्वोच्छिष्टं आत्मनोऽशुद्धताहेतुः तद्योगे स्वरूपानुभवमग्नानां शोभा न, પૂર્વે બાંધેલા પુણ્ય કર્મના પુગલોના ઉદયથી ઉત્પન્ન થયેલી શરીર, ધન, સ્વજનો, યશ અને ખ્યાતિ આદિ રૂપ જે પૂર્ણતા છે. પછી ભલેને તે ચક્રવર્તી અને ઈન્દ્રના જેવી રાજઋદ્ધિ આદિની પૂર્ણતા હોય તો પણ તે પૂર્ણતા માગેલા આભૂષણ તુલ્ય છે. લગ્નાદિ પ્રસંગે સગાંઓના અને સ્નેહીઓના માગીને લાવેલા અને શરીર ઉપર પહેરેલા દાગીનાઓની શોભા જેવી કૃત્રિમ પૂર્ણતા છે. જેમ સગાં-વ્હાલાઓએ પહેરવા માટે આપેલા દાગીના આપણા નથી, સાચવવા પડે છે માટે ઉપાધિરૂપ છે, ચિંતાજનક છે. જ્યારે માગે ત્યારે આપી દેવા પડે છે. તેવી જ રીતે પસ્યોદયથી મળેલી ચક્રવર્તી અને ઈન્દ્રની રાજ્યલક્ષ્મી પણ હે આત્મન ! તારી નથી. પુણ્યોદયરૂપ કર્મરાજાની છે. તે પુણ્યકર્મનો જ્યારે ક્ષય થાય છે ત્યારે આપી દેવાની જ હોય છે. પુણ્યોદય પૂરો થતાં ચાલી જ જાય છે. ભૌતિક સંપત્તિ એ આપણી નથી. પરદ્રવ્ય હોવાથી ઉપાધિરૂપ છે, દુઃખદાયી છે. વિયોગકાલે દુઃખ આપનારી છે અને અવશ્ય વિયોગ પામનારી જ છે. પારકાના આભૂષણ તુલ્ય છે. તેવા પ્રકારનાં પર એવાં તે પુદ્ગલદ્રવ્યો વડે જે શ્રેષ્ઠિાણું (સુખીપણું) છે તે આત્માની અશુદ્ધતાનું કારણ છે. કેમકે સર્વે પણ પુદ્ગલદ્રવ્યો જગતના જીવો વડે અનંતીવાર ભોગવી ભોગવીને ત્યજાયેલાં છે. એટલે એંઠાં કરાયેલાં છે. જેમ કોઈ મનુષ્ય કોઈ વડે એઠું કરાયેલું અન્ન અને જલનો ઉપયોગ કરે તો તે મૂર્ખ કહેવાય છે. તેમ જ અનંત ભૂતકાલ ગયો છે તેમાં સર્વે પણ પુદ્ગલદ્રવ્યો સર્વ જીવો વડે અનંતીવાર ભોગવી ભોગવીને મુકાયેલાં છે. સર્વ જગતની એંઠતુલ્ય છે. તેનો ઉપભોગ કરવો અને તેમાં આનંદ માનવો તે સાચેસાચ મૂર્ખતા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy