SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨ ૩૫૩ તે સઘળી દ્રવ્યનિઃસ્પૃહતા જાણવી. અથવા ભાવધર્મના સ્વરૂપનો અનુભવ કર્યા વિના અને ભાવ ધર્મના સ્વરૂપને જાણ્યા વિના ક્રોધાદિ કષાયોથી અથવા રાગ-દ્વેષાદિથી ધનાદિમાં જે અનિચ્છા પ્રવર્તે તે પણ દ્રવ્યનિઃસ્પૃહતા. જેમ આપણે જેની સાથે ઝઘડેલા હોઈએ, બોલતા ન હોઈએ તે વ્યક્તિ પ્રભાવના કરતો હોય, બધાંને આપતો હોય ત્યારે આપણે રીસના કારણે અથવા ટ્રેષના કારણે ન લઈએ તે સઘળી દ્રવ્યનિઃસ્પૃહતા. ભાવનિઃસ્પૃહતા બે જાતની હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. ત્યાં પ્રથમ અપ્રશસ્તભાવનિઃસ્પૃહતા સમજાવે છે. વેદાન્ત આદિ એકાન્તવાદી દર્શનોના અભ્યાસ અને ઉપદેશથી એકાન્ત રૂપે માનેલી મુક્તિમાં અનુરાગી થયા છતા ઘર, ધન, સ્વજન આદિનો ત્યાગ કરી અરણ્યવાસાદિ સ્વીકારાય અને ધનાદિમાં જે નિઃસ્પૃહ થવાય તે અપ્રશસ્તભાવનિઃસ્પૃહ કહેવાય છે. તથા સ્યાદ્વાદાત્મક જે અનેકાન્તવાદ છે તેવા અનેકાન્તવાદપૂર્વક સારી રીતે પરીક્ષા કરીને જાણેલા એવા શુદ્ધ આત્મતત્ત્વના અનુભવ વાળા થવા માટે શુદ્ધ આત્મતત્ત્વની રુચિવાળા જે છે. અને શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાની લાલસાવાળા જે છે. તેઓ સર્વે પણ પરભાવનો જે ત્યાગ કરે છે. પરપદાર્થોથી અત્યન્ત સ્પૃહા વિનાના જે બને છે તે પ્રશસ્ત-ભાવનિઃસ્પૃહ કહેવાય છે. આમ નિઃસ્પૃહતાના ચાર નિક્ષેપા જાણવા. ચાર નિક્ષેપ સમજાવીને હવે સાત નયો સમજાવે છે - तत्र साधनार्थमादिनयचतुष्टयेन । सिद्धं च नयत्रयेण । तथा जीवाजीवे निःस्पृहः नैगमेन, अजीवे निःस्पृहः सङ्ग्रहव्यवहाराभ्याम्, ऋजुसूत्रेण स्वभोग्यभोग्येषु, शब्दसमभिरूढाभ्यां सन्निमित्तपरायत्तसाधनपरिणामेषु, एवम्भूतेन आत्मीयसाधनपरिणामापन्नभेदज्ञानसविकल्पचरणशुक्लध्यानशैलेशीकरणादिषु निःस्पृहः । अत्र आद्यनयचतुष्टयनिःस्पृहस्यावसरः । भावना च-अनादौ संसारे स्पृहाकुलितैर्बहुशः प्राप्तं दुःखलक्षम्, तेन परभावस्पृहानिरीहेण भवितव्यम् । હવે નિઃસ્પૃહતા ઉપર સાત નયો સમજાવે છે - આત્મતત્ત્વની સાધના કરવા માટે સાધનાકાલે પરપદાર્થો ઉપરની જે નિઃસ્પૃહતા છે તે નિઃસ્પૃહતા પ્રથમના ચાર નયને આશ્રયી છે. આ ચાર નવો પાછલા ત્રણ નયની અપેક્ષાએ સ્થૂલદષ્ટિવાળા છે. એટલે આત્મતત્ત્વની સાધના કરવામાં બાધક બને તેવા બાહ્ય ધન-કંચન-કામિની આદિ પદાર્થો ઉપરની નિઃસ્પૃહતાને મહત્ત્વ આપે છે. જ્યારે પાછલા ત્રણ નયો સૂક્ષ્મ દૃષ્ટિવાળા છે. તેથી આત્મામાં સિદ્ધ થતું જે તત્ત્વ તેની પણ સ્પૃહા ન કરવી અને તે તત્ત્વ સિદ્ધ થયે છતે સિદ્ધ કરવા ધારેલા ગુણો
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy