SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક - ૧૧ ૩૪૯ રીતે ક્રોધાદિ કષાયો પૂર્વક પણ ધર્મનું આચરણ જીવોમાં સંભવી શકે છે. આવા પ્રકારના કાષાયિક દોષોથી સર્વથા અલિપ્ત એટલે કે દોષોથી રહિત એવું શ્રેષ્ઠ ધર્માચરણ જેનું જેનું છે તે મહાત્મા પુરુષોને હું નમસ્કાર કરું છું. આવા પ્રકારના નિર્દોષ ધર્મ આચરણવાળા મહાત્મા પુરુષો કેવા છે? તો જણાવે છે કે – શુદ્ધ છે, નિર્મળ છે. અર્થાત્ સર્વ પ્રકારના પદ્ગલિક સુખોની આશંસા વિનાના છે તથા બુદ્ધ છે એટલે કે જ્ઞાનમય છે પ્રકૃતિ જેની એવા છે. નિરંતર સમ્યજ્ઞાનના જ રસિયા છે. વીતરાગ પ્રભુ-પ્રણીત શાસ્ત્રોનું નિરંતર જે દોહન કરનારા છે. આવા પ્રકારના સાધકાવસ્થામાં રહેલા જ્ઞાનીને મારા નમસ્કાર હો. તથા જેવી અનંતગુણોની સત્તા સિદ્ધ પરમાત્મામાં છે. તેવી જ સત્તા પ્રગટ કરવા માટે જે પ્રયત્નશીલ છે. સર્વ ગુણો જેને નિરાવરણપણે પ્રગટ થયા છે. તેવા જે સિદ્ધદશાવાળા પરમાત્મા છે. તેવી શુદ્ધદશાના જે સાધક બન્યા છે. આવા પ્રકારની ઉંચી દશામાં વર્તતા મહાત્મા પુરુષની જ્ઞાનારાધના અને ક્રિયાની આરાધના સદાકાળ સજાગાવસ્થાવાળી હોય છે. તેથી તે મહાત્માને અમારા નમસ્કાર થાઓ. ___तत्र भावना - अनादिघोषणाघोषितपरभावात्मबुद्धिरूपासद्ज्ञानपरभावास्वादनसम्मिलितविभावाभ्रपटलतिरोभूततत्त्वज्ञानभानुबहुलीभूतमिथ्यात्वासंयममहामोहतिमिरान्धीभूतभूतानां मध्ये केचन सदागमाञ्जनतत्त्वप्रीतपानीयपानोत्पन्नसद्विवेकाः पश्यन्ति, ज्ञानावरणादिकर्माच्छादितविभावमलतन्मयीभूतशरीरादिपुद्गलस्कन्धकताप्राप्तोऽपि मूर्तभावोऽपि छिन्नोऽपि अमूर्ताखण्डज्ञानानन्दानन्ताव्याबाधस्वरूपं आत्मानम् । भुज्यमानविषया अपि रोचयन्ति स्वतत्त्वानुभवनम्, नानोपायार्जितमपि त्यजन्ति धनौषधं विचित्रचित्रतोद्भूतम् वर्जयन्ति स्वजनवर्गम्, कोटिदानदायका अपि चरन्ति गोचरीम्, मृदुनवनीतकुसुमशय्याशायिनोऽपि शेरते घातोपलशिलाभूमौ, एकात्मतत्त्वसहजस्वभावामूर्तानन्दलीलालुब्धा ज्ञानक्रियाभ्यासतः साधयन्ति निरावरणात्यन्तिकैकान्तिक-निर्द्वन्द्व-निरामय-अविनाशिसिद्धस्वरूपम्, एतत्साधनोद्यताय भगवते नमः દા. ભાવાર્થ – અનાદિકાળના અભ્યાસથી અભ્યસિત થયેલી અર્થાત્ અતિશય ગાઢ થયેલી એવી પરપદાર્થમાં મારાપણાની બુદ્ધિરૂપ જે મિથ્યાજ્ઞાન પ્રવર્તે છે તે મિથ્યાજ્ઞાન વડે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy