SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧ ૩૪૩ છોડાવું એવી દૃષ્ટિ રાખીને આ આત્માને કર્મના બંધનમાંથી છોડાવવા માટે વંદન-નમનાદિ ધર્મક્રિયા કરતો છતો શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. આ રીતે નિશ્ચયનય આત્માને મૂલસ્વરૂપે અલિપ્ત સમજીને ચાલે છે. તે નિશ્ચયનયવાળાને પણ આત્માની લિપ્તતા દેખાય છે, પણ તેને તે ગૌણ કરે છે અને વ્યવહારનયની દૃષ્ટિવાળો આત્મા આત્માને લિપ્ત સમજીને લિપ્તતા દૂર કરવા માટે ધર્મક્રિયા કરે છે. તેને પણ આત્માની મૂળભૂત અલિપ્તતા દેખાય છે. તો જ તે પ્રયત્ન કરે છે. પણ તેને તે વ્યવહાર નયવાળો ગૌણ કરે છે. આ પ્રમાણે નિશ્ચયનય અને વ્યવહારનયવાળાને ગૌણ અને મુખ્યતાએ આત્માની સાધના કરવાનો આ ક્રમ માત્ર છે. વસ્તુસ્થિતિ તો બને નયથી એક જ છે. માત્ર દેખવા દેખવામાં વિપક્ષા જુદી જુદી છે. દા ज्ञानक्रियासमावेशः, सहैवोन्मीलने द्वयोः । भूमिकाभेदतस्त्वत्र, भवेदेकैकमुख्यता ॥७॥ ગાથાર્થ :- બને નયોનો (દષ્ટિઓનો) એકી સાથે ઉઘાડ થયે છતે જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થાય છે. પરંતુ સાધનાની ભૂમિકાના ભેદથી ત્યાં એક-એકની મુખ્યતા અને શેષની ગૌણતા હોય છે. શા ટીકા :- “જ્ઞાનક્રિયેતિ” યોઃ ફૂટ્યો: ૩ન્સીને-૩૬ધાટને સદૈવ-સમાવિ, न ह्येकान्तज्ञानरुचिः सम्यग्दर्शनी, न ह्येकान्तक्रियारुचिः सम्यग्दर्शनी, किन्तु सापेक्षदृष्टि-रेव सम्यग्दर्शनी, अतः ज्ञानक्रियासमावेशः उभयोः संयोग एव साधनत्वेन निर्धार्य तत्र कचवरसमन्वितमहागृहशोधनप्रदीपपुरुषादिव्यापारवदिह जीवः स्वरूपकर्मकचवरभृतस्वरूपशोधनालम्बनो ज्ञानादीनां स्वभावभेदव्यापारोऽवसेयः । तत्रोक्तं श्री आवश्यकनिर्युक्तौ વિવેચન :- નિશ્ચયનયની દૃષ્ટિ અને વ્યવહારનયની દૃષ્ટિ આમ બન્ને દૃષ્ટિઓનો એકી સાથે ઉઘાડ કરવામાં આવે તો એટલે કે બન્ને દૃષ્ટિઓને ગૌણ-મુખ્યપણે પણ એકી સાથે રાખીને જો વિવક્ષા કરવામાં આવે તો જ્ઞાન અને ક્રિયા આ બન્નેનો સાધ્ય-સાધવામાં એકીભાવ થઈ જાય છે. જેમાં અમદાવાદથી મુંબઈ જતાં રસ્તાનું ધ્યાન પણ રાખવું જ પડે છે અને ગાડી પણ ચલાવવી જ પડે છે. એટલું જ નહીં પણ માર્ગને ધ્યાનમાં રાખીને તે ગામ તરફનો માર્ગ કપાય એવી રીતે તેને અનુસારે જ ગાડીને ચલાવવાનું કામ કરવું પડે છે. માર્ગનું ધ્યાન અને ગાડીને ચલાવવાની ક્રિયા આ બન્નેનો એકીભાવ હોય તો જ ઈષ્ટગામની
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy