SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ નિર્લેપાષ્ટક - ૧૧ જ્ઞાનસાર ભિન્ન પદાર્થ જ છે. તેમ આ આત્માને શુદ્ધ આત્મા તરીકે અને પરદ્રવ્યને (પુદ્ગલ દ્રવ્યને) પરદ્રવ્ય તરીકે દેખતો જ્ઞાની આત્મા જરા પણ કોઈના ઉપર રાગ-દ્વેષ કર્યા વિના પોતાના આત્મભાવમાં વર્તતો છતો પોતાને પરથી ભિન્ન માનતો છતો વેદ્યસંવેદ્ય પદનો અનુભવ કરતો છતો આત્માની નિર્મળ દશાનું સંવેદન કરનારો જ્ઞાની આત્મા શુદ્ધ થાય છે. સર્વ પ્રકારની વિભાવદશા સ્વરૂપ ઉપર ઉપર લાગેલો કાદવતુલ્ય મેલ દૂર કરવા વડે અત્યન્ત નિર્મળ થાય છે. આ આત્મા મૂલ-સ્વરૂપે અલિપ્ત છે એમ સમજીએ તો જ તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ સુઝે. જો એકલો મલીન જ થઈ ગયો છે, એમ એકાન્તે લિપ્તતાની જ દૃષ્ટિ રાખીએ તો કાદવમાં પડેલા લાડવાને જેમ લેવાનું મન ન થાય તેમ આ આત્માને પણ મેળવવાનું મન ન થાય. માટે કાદવમાં પડેલા લાડવાની જેમ આ આત્મા કર્મોથી એકાન્તે લિપ્ત નથી. પણ નિશ્ચયથી જરૂર અલિપ્ત છે. આવા પ્રકારની દૃષ્ટિ જ્ઞાનીની એટલે કે નિશ્ચયનયવાળાની હોય છે અને વ્યવહારનયવાળાની દૃષ્ટિ કંઈક જુદી હોય છે તે હવે સમજાવે છે अन्यः क्रियावान् लिप्तया दृशा लिप्तोऽहं बद्धोऽहं अशुद्धाचरणैः, तेन शुद्धाचरणेन पूर्वप्रकृतीः क्षपयित्वा अभिनवाकरणेन आत्मानं मोचयामीति दृष्ट्या क्रियां वन्दन-नमनादिकां कुर्वन् शुद्धयति-निर्मलो भवतीति निश्चयव्यवहारगौणमुख्यवतां साधनक्रमः ॥६॥ વ્યવહારનયની દૃષ્ટિવાળો આત્મા નિશ્ચયનયની દૃષ્ટિવાળા આત્મા કરતાં કંઈક અન્ય દૃષ્ટિવાળો છે. તે દૃષ્ટિવાળો પુરુષ આત્માને કર્મો અને શરીરાદિનાં પુદ્ગલોથી લિપ્ત થયેલો દેખે છે. જેમ સોનાની લગડી અને સ્ફટિકનો ગોળો કાદવથી લિપ્ત છે તેમ આત્મા પણ કર્માદિ પુદ્ગલોથી લિપ્ત છે. તેથી લગડીને અને સ્ફટિકના ગોળાને જેમ પાણીથી ધોવાની જરૂર રહે છે તેમ આત્માને પણ કર્મરહિત કરવા માટે સાધના અને આરાધનાની જરૂર રહે છે. આ રીતે અન્યઃ = વ્યવહાર નયવાળો યિાવાન્ = ક્રિયાની પ્રધાનતાવાળો હોય છે તે આત્મા પોતાના આત્માને કર્મોથી લેપાયેલો દેખે છે. આમ લિપ્તતાવાળી દૃષ્ટિથી જોનારો છે. તેથી હું અશુદ્ધ છું, અશુદ્ધ આચરણાઓ વડે (અઢાર પાપસ્થાનકો સેવવા વડે) લેપાયેલો છું, બંધાયેલો છું, મલીન બનેલો છું, હું કાદવ-કીચ્ચડમાં ખૂંચેલો છું. તે કારણથી અશુદ્ધ આચરણને છોડીને મારે શુદ્ધ આચરણ આચરવું જોઈએ અને તેના દ્વારા પૂર્વકાલમાં બાંધેલી કર્મપ્રકૃતિઓનો ક્ષય કરીને નવાં નવાં કર્મો ન બાંધવા વડે હું મારા આત્માને આ બંધનમાંથી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy