SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ दशमं तृप्त्यष्टकम् ॥ क्रियावन्तो हि कदाचिन्मदलोभाविष्टाः सदभ्यासं निष्फलीकुर्वन्ति, तेन कषायत्यागरूपपूर्वकं स्वरूपभोगोत्पन्नतृप्तिरूपमष्टकं निरूप्यते । तत्र तृप्तिर्नामादिभेदाच्चतुर्धा-तत्र नामतृप्तिः जीवस्याजीवस्य वा "तृप्तिरिति” नाम क्रियते, शब्दोच्चारणरूपा वा । स्थापनातृप्तिः अक्षरन्यासरूपा । द्रव्यतृप्तिः आगमतः तत्पदार्थज्ञोऽनुपयुक्तः, नोआगमतो ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदात्, तत्र तद्व्यतिरिक्ता द्रव्येण आहारधनोपकरणा तृप्तिः । भावतृप्तिः आगमतः तत्पदार्थज्ञोपयुक्तस्य, नोआगमतः स्वरूपज्ञानानन्दपूर्णस्य सहजात्मानुभवाविच्छिन्नस्य भवति । ક્રિયા આચરનારા આત્માઓ ક્યારેક ક્યારેક મદ (અભિમાન) અને લોભને વશ થયા છતા કાષાયિક અધ્યવસાયો વાળા બનવાના કારણે ઘણા પ્રયત્નપૂર્વક કરાયેલી સુંદરતમ ધર્મપ્રવૃત્તિને પણ નિષ્ફળ કરે છે. કર્મનિર્જરા કરવામાં ફળદાયક ન થાય તેવી કરે છે. તેથી આવા પ્રકારનું આત્માને નુકશાન કરનારા એવા કષાયોના ત્યાગવાળા સ્વરૂપથી યુક્ત એવું અષ્ટક અને આત્માના નિર્મળ સ્વરૂપના ઉપભોગથી (અનુભવથી) પ્રગટ થયેલી એવી જે આત્મગુણોની તૃપ્તિ છે. તે તૃપ્તિને સમજાવતું એવું અષ્ટક એટલે કે તૃષ્યષ્ટક કહેવાય છે. ત્યાં જ્ઞાન અને ક્રિયાનું આચરણ જરૂર ઉપકાર કરનારું છે. તો પણ ક્રોધથી કરીએ કે અભિમાનથી કરીએ અથવા બીજાના પરાભવ માટે કરીએ અથવા માયા-કપટપૂર્વક કરીએ અથવા લોભથી (પદ્ગલિક સુખોની આસક્તિથી) કરીએ તો જ્ઞાન-ક્રિયાનો કરાતો આ સઘળો વ્યવહાર ભલે શુભ છે પણ નિશ્ચય (હૃદયગત પરિણામો સારો નથી માટે નિષ્ફળ થાય છે. તેથી તૃપ્તિ રાખવી અત્યન્ત જરૂરી છે. તે તૃપ્તિ નામાદિના ભેદથી ચાર પ્રકારની છે. નામતૃપ્તિ, સ્થાપનાતૃપ્તિ, દ્રવ્યતૃપ્તિ અને ભાવતૃપ્તિ. ત્યાં કોઈ પણ જીવ અથવા અજીવનું “તૃપ્તિ” એવું નામ કરાય તે નામતૃપ્તિ કહેવાય છે. અથવા “તૃપ્તિ” આવું નામ બોલવું = શબ્દનું ઉચ્ચારણ કરવું તેને પણ નામતૃપ્તિ કહેવાય છે. તથા “તૃપ્તિ” આવા પ્રકારના અક્ષરો કાગળમાં અથવા કપડા ઉપર અથવા કાષ્ઠ આદિમાં લખવા-અક્ષરન્યાસ કરવો તે સ્થાપનાતૃપ્તિ કહેવાય છે. દ્રવ્યતૃપ્તિના બે ભેદ છે (૧) આગમથી અને (૨) નોઆગમથી, ત્યાં તૃપ્તિના અર્થને જાણનારા હોય, પણ પ્રરૂપણા કરતી વેળાએ ઉપયોગ ન હોય, એવી વ્યક્તિ અર્થાત્ તૃપ્તિના અર્થની જાણકાર પણ અનુપયોગવાળી વ્યક્તિ તે આગમથી દ્રવ્યતૃપ્તિ કહેવાય છે. નોઆગમથી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy