SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ક્રિયાષ્ટક - ૯ જ્ઞાનસાર જ અનુસરનારા એવા વીર્યની વૃદ્ધિ કરનારી છે અને નવા નવા ગુણની વૃદ્ધિ સ્વરૂપ છે. તથા સંયમસ્થાનોમાં આરોહણ કરાવનારી છે અને આત્મતત્ત્વની સાથે એકતા પ્રાપ્ત કરવા સ્વરૂપ આ ક્રિયા છે. માટે સાધકે અવશ્ય આવી ક્રિયા કરવી જોઈએ. આ નિરનુષ્ઠાન એવી ધર્મક્રિયા સંપૂર્ણપણે સાધ્યની સાપેક્ષતાવાળી છે, માટે કલ્યાણકારિણી છે અને મુક્તિપ્રાપ્તિનો હેતુ બને છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ થાય છે.” શાસ્ત્રકાર મહર્ષિઓનું તે વચન આ રીતે શ્રદ્ધા કરવા યોગ્ય છે. આ પ્રમાણે દ્રવ્યક્રિયામાં ઉદ્યમવાળો જીવ ભાવક્રિયાવાળો બને છે અને ભાવક્રિયાની સિદ્ધિથી આત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે. આ રીતે ક્રિયાનો માર્ગ આ જીવને કલ્યાણકારી માર્ગ છે. IIટા છે . નવમું ક્રિયાષ્ટક સમાપ્ત
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy