SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ક્રિયાષ્ટક - ૯ જ્ઞાનસાર विषगरान्योन्यानुष्ठानत्यागेन श्रीमद्वीतरागवाक्यानुसारतः उत्सर्गापवादसापेक्षरूपा क्रिया वचनानुष्ठानक्रियाकरणतः असङ्गक्रियासङ्गतिं संयोगितामङ्गति= प्राप्नोति । वचनक्रियावान् अनुक्रमेणासङ्गक्रियामेति निर्विकल्पनिष्प्रयासरूपां क्रियां प्राप्नोति । सा एव-असङ्गक्रिया एव ज्ञानक्रिया, एवमभेदभूमिः ज्ञेया । असङ्गक्रिया भावक्रिया शुद्धोपयोगशुद्धवीर्योल्लासतादात्म्यतां दधाति । ज्ञानवीर्यैकत्वं ज्ञानक्रियाऽभेदः इत्यनेन यावद् गुणपूर्णता न, तावत् निरनुष्ठाना क्रिया करणीया । વિવેચન :- વચનાનુષ્ઠાનવાળી ધર્મક્રિયા કર્મનિર્જરાનું કારણ બને છે. અહીં વચન એટલે અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન સમજવું. તે વચનોને અનુસારે કરાતી ધર્મક્રિયા એ આત્મામાં ધર્મપ્રાપ્તિનો હેતુ બને છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – પ્રશાન્તચિત્તપૂર્વક અને ગંભીર ભાવપૂર્વક જ કરાયેલી ક્રિયા સફળ થાય છે. પરંતુ અંગારાની વૃષ્ટિથી કે સહસાભાવે = અનુપયોગદશાથી કરાયેલી ક્રિયા ફળ આપનારી બનતી નથી અથવા એક જ ગુણના પ્રકર્ષ ભાવવાળી આસંગક્રિયા પણ ઉપકારક કરનારી થતી નથી.૧ આ ભવમાં સુખો કેમ મળે? તેનું લક્ષ્ય રાખીને કરાયેલી ધર્મક્રિયા તે વિષાનુષ્ઠાન કહેવાય છે. પરભવમાં ઈન્દ્ર-ચક્રવર્તી કે રાજા થાઉં ઈત્યાદિ વિચારો કરીને પરભવના સુખોની ઈચ્છાથી કરાતી ધર્મક્રિયા તે ગરાનુષ્ઠાન કહેવાય છે. તથા ઉપયોગશૂન્યપણે બાલભાવે જે ધર્મક્રિયા કરાય તે અન્યોન્યાનુષ્ઠાન અથવા અનનુષ્ઠાન કહેવાય છે. આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાનો મોહદશાપૂર્વકનાં હોવાથી કર્મનિર્જરાનું કારણ બનતાં નથી પણ ભવહેતુ જ બને છે તેથી તેવા પ્રકારની મોહદશાવાળા ભાવનો ત્યાગ કરવા જેવો છે. માટે વિષ-ગર અને અન્યોન્ય અનુષ્ઠાન તજીને શ્રી વીતરાગ પરમાત્માએ કહેલાં વચનવાક્યોને અનુસરીને કરાતી ઉત્સર્ગ તથા અપવાદની સાપેક્ષતાપૂર્વકની જે ધર્મક્રિયા છે તે વચનાનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. આવી ક્રિયા કરવાથી કાળાન્તરે આ જીવને “અસંગક્રિયાનો” સંગ આપનાર બને છે એટલે કે આ વચનાનુષ્ઠાનની ક્રિયા આ જીવને થોડા જ કાળમાં અસંગ અનુષ્ઠાન નામના ચરમ અનુષ્ઠાનનો મેલાપ કરાવે છે. ૧. કોઈપણ એક ધર્મક્રિયા કરતા હોઈએ ત્યારે બીજી ધર્મક્રિયામાં ચિત્ત રાખીએ તેને અંગારવૃષ્ટિ દોષ કહેવાય, જે ક્રિયા કરતા હોઈએ તેમાં ઉપયોગ ન રાખીએ અને શૂન્યમનસ્કપણે કરીએ તે સહસાદોષ કહેવાય, અથવા અનનુષ્ઠાન દોષ કહેવાય, તથા જે ક્રિયા કરતા હોય તેને જ કેવલ ગુણપ્રકર્ષવાળી માનીને તે ક્રિયા ઉપર જ અતિશય રાગવાળા બનીને તે ક્રિયામાં પ્રવર્તીએ તે આસંગદોષ કહેવાય. ચિત્તના આઠ દોષો છે. તે દોષોવાળી ધર્મક્રિયા સાધ્ય સાધી આપનાર બનતી નથી.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy