SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ત્યાગાષ્ટક - ૮ જ્ઞાનસાર ગાથાર્થ :- ત્યાગી મહાત્મા યોગસન્યાસ નામના સામર્થ્ય યોગથી (શુભ-અશુભ) સર્વ યોગોનો પણ ત્યાગ કરે છે. આમ કરવાથી આ સાધક આત્મા (બંધના હેતુભૂત ગુણોથી) નિર્ગુણ બને છે. આમ સર્વજ્ઞભગવંતો કહે છે. જ્ઞા ટીકા :- ‘યોગસન્યાસત'' કૃતિ ત્યાની-વાદ્યાભ્યન્તરસમસ્તપરમાવત્યાની, योगसन्न्यासतः-योगरोधनतः, आवर्जीकरणाद् उर्ध्वमखिलान्- समस्तान् योगान्वीर्यपरिस्पन्दनरूपान् त्यजेत् - अयोगी भवति । इति समस्तयोगरोधेन परोक्तं परै:उत्कृष्टैः सर्वज्ञैः उक्तं-निवेदितम् । निर्गुणं - योगादिरहितं सत्त्वरजस्तमोरूपगुणरहितम्, બ્રહ્મ-આત્મસ્વરૂપમુપપદ્યતે-શુદ્ધચિન્મય નિષ્પદ્યતે છા - વિવેચન :- ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ યોગ ત્રણ પ્રકારનો છે. આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ કહેવાય છે. તેમાં ત્રીજો સામર્થ્યયોગ જે છે તેના બે ઉત્તરભેદ છે. એક ધર્મસન્યાસયોગ અને બીજો યોગસન્યાસયોગ. ક્ષપકશ્રેણિમાં આવેલા અપૂર્વકરણથી બારમા ગુણઠાણા સુધી આ જીવમાં એવું સામર્થ્ય પ્રગટે છે કે ક્ષાયોપશમિક ભાવના ક્ષમા-માર્દવ-આર્જવ-સંતોષ આદિ ધર્મોનો (સાધકાવસ્થાના ગુણોનો) પણ આ જીવ ત્યાગ કરે છે. શુભ નિમિત્તાવલંબીપણું ત્યજી દે છે અને ક્ષાયિકભાવના ગુણો (સિદ્ધાવસ્થાના ગુણો) પ્રાપ્ત કરે છે. સ્વાવલંબી બને છે પરાનુયાયિતા ચાલી જાય છે અને નિર્વિકલ્પકદશા પ્રાપ્ત થાય છે. આ આત્મા ભેદરત્નત્રયીને ત્યજીને અભેદરત્નત્રયીરૂપ બને છે. ત્યારબાદ તેરમા ગુણઠાણે આવેલા આ મહાત્મા-પુરુષ અઘાતી કર્મોને ખપાવવા, તે કર્મોના ઉદયને અનુસારે પ્રવર્તતા છતા, ભવ્યજીવોને દેશના આપવા રૂપ અને વિહારાદિ કાર્ય કરવા રૂપ વચનયોગ અને કાયયોગની પ્રવૃત્તિવાળા હોય છે. આ શુભ યોગ પણ આત્મપ્રદેશોની અસ્થિરતા રૂપ હોવાથી કરણવીર્ય છે અને તે (પુણ્યકર્મ-સાતાવેદનીયના) બંધનો હેતુ છે. જ્યાં સુધી બંધહેતુ પ્રવર્તે છે ત્યાં સુધી બંધ પ્રવર્તે જ, અને બંધ પ્રવર્તે ત્યાં સુધી મોક્ષ ન થાય, તે માટે તેરમા ગુણઠાણાના અંતે અંતર્મુહૂર્ત પહેલાં સર્વજ્ઞ ભગવંતો “આવર્જિતકરણ” (આવશ્યકકરણ-આયોજિકાકરણ) કરે છે.૧ ત્યારબાદ (જરૂરિયાત હોય તો કેવલીસમુદ્દાત કરે છે, અન્યથા કેવલીસમુદ્દાત કર્યા વિના) મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિરૂપ જે કરણવીર્ય સ્વરૂપ યોગ છે તેનો નિરોધ કરે છે. ૧. મન-વચન-કાયાનો શુભ વ્યાપાર તે આવર્જિતકરણ, મોક્ષ પ્રતિ આત્માને સન્મુખ કરવાની ક્રિયા તે આવર્જિતકરણ. કેવલીસમુદ્દાત સર્વે કેવલીઓ કરે જ એવો નિયમ નથી. પરંતુ આવર્જિતકરણ તો સર્વે કેવલીઓ કરે જ. માટે આવશ્યકકરણ કહેવાય છે. “મારે હવે આ કરવા યોગ્ય છે” એવા પ્રકારનો કેવલજ્ઞાનીનો નિર્ણય તે આવર્જિતકરણ કહેવાય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy