SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ત્યાગાષ્ટક - ૮ જ્ઞાનસાર એવામાં એક કાલે અનેક કેવલજ્ઞાની પુરુષો સાથે, અનેક વિપુલમતિ મન:પર્યવજ્ઞાનવાળા પુરુષો સાથે, અનેક ઋજુમતિ મન:પર્યવજ્ઞાનવાળા પુરુષો સાથે, અનેક અવધિજ્ઞાની પુરુષો સાથે, અનેક પૂર્વધર પુરુષો સાથે, અનેક આચાર્ય મહારાજશ્રી તથા અનેક ઉપાધ્યાયજી મહારાજશ્રી સાથે, અનેક તપોધન એવા મુનિઓ સાથે તથા અનેક નવા દીક્ષિત સાધુ મહાત્માઓ સાથે વિચરતા અને અનેક દેવ-દેવીઓથી પરિવરેલા એવા શ્રી સંભવનાથ નામના અરિહંત તીર્થકર ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી આકાશમાં રહેલા છત્ર વડે, આકાશમાં રહેલા ચક્ર વડે, બન્ને બાજુ વીંજાતાં શ્વેત ચામરો વડે અને આગળ ચાલતા ધર્મધ્વજ વડે વિશેષ વિશેષ શોભતા એવા પ્રભુ નગરની બહાર ભાગોળે (ભાગોળના ઉદ્યાનમાં) પધાર્યા. ત્યાં ત્રણ ગઢવાળું સમવસરણ રચાયું, બાર પર્ષદા ભરાઈ, વનપાલકે કુમારને વધામણી આપી કે જેના દર્શનની તમે પ્રતિદિન અભિલાષા કરો છો, તીવ્ર ઝંખના રાખો છો તે, સર્વજગતના જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવવાળા તીર્થંકરભગવાન શ્રી સંભવનાથ પ્રભુ તમારા પુણ્યયોગે આપણા ગામની ભાગોળે (ઉદ્યાનમાં) પધાર્યા છે. વનપાલકે જ્યારે આ વધામણી આપી તે સમયે તે કુમાર પોતાની સો સ્ત્રીઓ સાથે આનંદ-પ્રમોદ કરતો છતો વીંટળાયેલો હતો. તે વધામણી સાંભળીને તે કુમાર (પોતાની સો સ્ત્રીઓને) કહે છે કે તે સ્ત્રીઓ ! તમે મને સાંભળો, (મારું વચન સાંભળો), જગતના તારક, મમતા વિનાના, અહંકાર વિનાના, કંઈપણ પરદ્રવ્ય પાસે નહીં રાખનારા, સર્વજ્ઞ-સર્વદર્શી-જિનેશ્વર, વીતરાગ, શુદ્ધ ધર્મના ઉપદેશક શ્રી સંભવનાથ પ્રભુ પધાર્યા છે. તેથી હું તેઓને વંદન કરવા માટે જાઉં છું આમ કહીને પુલકિત (હર્ષિત) થયાં છે સર્વ અંગો જેનાં એવો તે કુમાર ઉઠ્યો (જવા માટે તૈયાર થયો) અને પરમાત્માને વંદન કરવા માટે પોતાના નિવાસસ્થાનેથી ચાલ્યો. જતાં જતાં માર્ગમાં જે જે લોકસમૂહ મળે છે તેને આ પ્રમાણે કહે છે કે હે હે લોકો ! મારા ભગવાન મમતા વિનાના છે. મારા ભગવાન અકિંચન છે. મારા ભગવાન તૃષ્ણા વિનાના છે. જો તમે સાચા સુખના અર્થી હો તો મારી સાથે આવો અને આ પરમાત્માને વંદન કરો. અને તે લોકો ! આ પ્રભુ તમારા સર્વ સંશયોનો છેદ કરનારા છે. પરમેશ્વર છે. “આવા પરમાત્માનાં આજે હું દર્શન કરીશ” એમ કહેતો કહેતો સો સ્ત્રીઓ સાથે તે વનમાં (ઉદ્યાનમાં) પહોંચ્યો કે જ્યાં ભગવાન પધાર્યા છે. दिट्ठाइसओ भणइ, अत्थि भद्दे ! कोवि एयारिसो तिहुअणजणचमक्कारकरो सव्वसुरिंदेहिं वंदिज्जमाणचलणो ? एवं जाव सम्मुहं पासई अरिहंतं फुल्लुप्पलकमलनयणवयणो अहो ! मे पुण्णंकुरो अज्जं फलं पत्तो, अहो मे अज्ज अमयघणो वुट्ठो,
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy