SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી त्यागाष्ट४-८ ૨૩૫ सुन्दरो अणुक्कमेण विज्जापुरन्दरो जाओ । लावण्णजुओ सहजेण जिणधम्मसाहुवंदणपूयणतप्परो जाओ । सो कमेण कन्दप्परमणे जुव्वणवसो पत्तो । ता जणएण रूवलावण्ण-सीलकलियाओ एगसयं रायकन्नाओ ओवमातीता पणीयाओ । सो तेसिं सद्धिं विसय जमाणो तिलोगनाह-तिलोगबन्धु-सेवणरओ चिट्ठइ । એક કાલે ભરતક્ષેત્રમાં મગધદેશમાં સુવપ્રા નામની નગરીમાં શત્રુઓનું દમન કરનારો અને રાજનીતિના માર્ગમાં કુશળ એવો વજજંઘ નામનો રાજા હતો. તેને ધારિણી નામની પત્ની હતી. તેની કુક્ષિએ “સુભાન” નામના કુમારનો જન્મ થયો. જે કુમાર દેવની સંદેશ સુંદર હતો. અનુક્રમે મોટો થતાં તે કુમાર વિદ્યામાં ઈન્દ્રતુલ્ય બન્યો. લાવણ્યથી યુક્ત એવો તે કુમાર સ્વાભાવિકપણે જ (કોઈના પણ દબાણ વિના જન્મથી જ) જૈનધર્મમાં તત્પર તથા સાધુસંતોને વંદન-પૂજન કરવામાં તત્પર થયો. સંતપુરુષોની સેવા-પૂજામાં રસિક બન્યો. અનુક્રમે તે કામદેવના રમણને યોગ્ય અવસ્થાવાળો એટલે યોવનાવસ્થાને વશ થયો. યૌવન પામ્યો. તેથી તેના પિતાએ રૂપ-લાવણ્ય અને શિયળગુણથી યુક્ત, ઉપમા ન આપી શકાય તેવી (ઉપનાતીત) એકસો રાજકન્યાઓ તેની સાથે પરણાવી. તે કુમાર તે સ્ત્રીઓની સાથે સાંસારિક પાંચ ઈન્દ્રિયજન્ય વિષયસુખને અનુભવતો અનુભવતો ત્રણ લોકના નાથ અને ત્રણ લોકના બંધુ એવા તીર્થંકરપ્રભુની સેવામાં લીન રહ્યો છતો કાલનિર્ગમન કરે છે. ___ तओ एगया अणेगेहिं, केवलिहिं, अणेगेहिं विउलमईहिं अणेगेहिं उजुमईहिं, अणेगेहिं ओहिनाणीहिं, अणेगेहिं पुव्वधरेहिं, अणेगेहिं आयरियउवज्झाएहिं, अणेगेहिं तवोधणेहिं, अणेगेहिं नवदिक्खिएहिं, अणेगदेवदेवीपरिवुडो सिरिसम्भवो अरिहा सव्वण्णू सव्वदंसी आगासगएणं छत्तेणं आगासगएणं चक्केणं, उद्ध्वमाणेहिं सेयचामरेहिं पुरओ धम्मज्झएण विरायमाणो नयरपरिसरे समोसढो । जाओ अ समोसरणे तिवप्पो, परिसा निग्गया, वणपालेण वद्धाविओ कुमारो, जस्स पइदिणं दसणं अभिलससि कंखसि सो सव्वजगजीववच्छलो तित्थयरो समागओ ते पुण्णजोगेणं । तेणं समएणं सो कुमारो इत्थिसएहिं परिवेढिओ आसि, तओ भणइ, सुणसु मे, तारगो निम्ममो निरहंकारो अकिंचणो सव्वन्नू सव्वदंसी जिणो वीयरागो सुद्धधम्मदेसी आगओ । गच्छामि वंदणत्थं इति पुलिअंगो अब्भुट्ठिओ, चलिओअ जिणवंदणत्थं, मग्गे वि लोगवूहं भणंतो अहो ! अममो मे भयवं, अकिंचणो मे भयवं, अतिण्हो मे भयवं, वंदंतु भो ! तुब्भे जइ सुहट्ठिणो, आगच्छंतु, भो । तुम्हाणं सव्वसंसयच्छेयगो परमेसरो दिट्ठस्सं, इअ भणंतो इत्थिाआहिं समं वणं पत्तो ।
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy